કાળી ચૌદશ: ચારમુખી દીવડામાં સિક્કાની સાથે મૂકો આ ખાસ વસ્તુ, પૈસાનો થશે વરસાદ

GUJARAT

દિવાળીના આગલા દિવસને કાળી ચૌદશ કહેવાય છે. તેને રૂપ ચૌદશ પણ કહેવાય છે. આ દિવસે સૌથી મોટું મહત્વ પિતૃ અને યમરાજથી સંબંધિત છે. એવું મનાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલ 16000 કન્યાઓને મુક્ત કરાવી હતી.

આ કન્યાઓના અનુરોધ પર શ્રીકૃષ્ણએ આ તમામની સાથે લગ્ન કરીને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો હતો. નરકાસુરનો વધ કરવામાં રાણી રૂક્ષમણીએ શ્રીકૃષ્ણને મદદ કરી હતી, આથી આ દિવસને રૂપ ચૌદશ પણ કહેવાય છે.

નકર ચતુર્દશીની સાંજે એક ચારમુખનો દીવો પ્રગટાવીને ઘરની બહાર મૂકી દો. દીવામાં એક કોડી અને કિસ્સો પણ મૂકો. આ દિવડાની રોશનીથી પિતૃને પોતાના લોકમાં જવાનો રસ્તો દેખાય છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

ચૌદશના દીપ દાનથી સંતાન સુખમાં આવતી અડચણો દૂર થાય છે. તેનાથી વંશની વૃદ્ધિ થાય છે. આ દીપદાનથી અકાળ મૃત્યુ અને યમદંડનો ભય દૂર થાય છે. પિતૃ માટે કરાયેલ આ દીપદાન સ્વાસ્થ્ય લાભ આપે છે. તેના લીધે તમે ગંભીર રોગોથી પણ બચી શકો છો.

Leave a Reply

Your email address will not be published.