નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,આજે તમને વિવાહ ફિલ્મમાં આવતી અમૃતા રાવની બહેનોના રોલ વિશે જણાવવાનો છું અને તેમજ તમે શાહિદ કપૂર અને અમૃતા રાવની સુપરહિટ ફિલ્મ વિવાહ જોઈ હશે જ કે સગાઈ અને લગ્ન વચ્ચેનો રોમેન્ટિક સમય ખૂબ જ રોમેન્ટિક રીતે દર્શાવવામાં આવ્યો હતો અને તેમજ કહેવામા આવ્યું છે કે આ ફિલ્મમાં અમૃત રાવની નાની બહેન ચૂટકીની ભૂમિકા તેમજ તમને યાદ હશે કે આ ફિલ્મમાં કોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ બોલિવૂડ ફિલ્મોના બાળ કલાકારો ક્યારે મોટા થાય છે તે જોવું રસપ્રદ છે તેવું માનવામાં આવે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, જેમાંથી અમુક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે તો વળી અમુક ફિલ્મો એવી પણ હોય છે, જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકતી નથી પરંતુ એવા ઘણા કલાકારો છે, જેમના અભિનયની લોકો ઘણી પ્રસંશા કરે છે. ભલે ફિલ્મ ફ્લોપ થઇ જાય છે પરંતુ કલાકારોની એક્ટિંગને લોકો ભૂલી શકતા નથી. એક સમયે એવા ઘણા કલાકારો હતાં જે પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલા રહ્યા હતાં.
પરંતુ સમયની સાથે-સાથે તે ફિલ્મોથી દૂર થઈ ગયા છે.ભલે અમુક કલાકારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચુક્યા છે પરંતુ ફેન્સની વચ્ચે તે હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી વિવાહની એક અભિનેત્રી વિશે જણાવવાના છીએ. લગભગ બધા લોકોએ શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ “વિવાહ” તો જોઈ હશે. આ ફિલ્મમાં ઘણા કલાકારોએ સારું કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મની અંદર અમૃતા રાવની નાની બહેનનો પણ એક રોલ હતો.અમે તે “છોટી” ની વાત કરી રહ્યા છીએ જે શ્યામવર્ણ હતી અને તેની માતાને તેના લગ્નની ચિંતા રહેતી હતી.
ફિલ્મ “વિવાહ” માં અભિનેત્રી અમૃતા પ્રકાશે “છોટી” નો રોલ નિભાવ્યો હતો. પોતાના આ કિરદારથી અભિનેત્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. શું તમે લોકો જાણો છો કે અમૃતા પ્રકાશ હવે ક્યાં છે અને હવે કેવી નજર આવે છે? તો તમને જણાવી દઈએ કે ફિલ્મ “વિવાહ” ની શ્યામવર્ણ યુવતિ “છોટી” હવે મોટી થઈ ગઈ છે અને મોટી થઈને તે ખૂબ જ સુંદર લાગે છે. જો તમે તેની તસ્વીરો જોશો તો તમે પણ ઓળખી શકશો નહી.આમ જોવા જઈએ તો ફિલ્મ “વિવાહ” ની વાર્તા ઘણી સારી હતી. આ સિવાય ફિલ્મના કિરદાર પણ ઘણા સારા હતાં.
લોકો દ્વારા આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને અમૃતા રાવ મુખ્ય કિરદારમાં નજર આવ્યા હતાં. તેની સાથે જ સાઈડ રોલમાં ઘણા ચહેરા દેખાયા હતાં, જે લોકોના મનમાં વસી ગયા છે. આ ફિલ્મમાં અમૃતા રાવની નાની બહેનનો કિરદાર નિભાવવા વાળી શ્યામવર્ણ બહેન “છોટી”, જેણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકો તરફથી પ્રસંશા મેળવી હતી.અમૃતા પ્રકાશે વર્ષ ૨૦૦૧ માં ફિલ્મ “તુમ બીન” માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કર્યું હતું.
આ ફિલ્મમાં તે “મીની” નામના કિરદારથી જાણીતી થઈ હતી. અમૃતા પ્રકાશને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણા એવોર્ડ નોમિનેશન પણ મળ્યા હતાં. અમૃતા પ્રકાશે ત્યારબાદ વર્ષ ૨૦૦૬ માં ફિલ્મ “વિવાહ” માં કામ કર્યું હતું અને તે “છોટી” ના રોલથી જાણીતી થઈ ગઈ. અમૃતા પ્રકાશે ફિલ્મ સિવાય ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. ટીવી પર તે અકબર બીરબલ, પ્યાર તુને ક્યાં કિયા, CID સાથે સહિત ઘણી સિરિયલમાં કામ કરી ચૂકી છે. જ્યારે ફિલ્મોની વાત કરીએ તો “વિવાહ” સિવાય એક વિવાહ એસા ભી, વી આર ફેમિલી માં પણ તેમણે કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે અમૃતા પ્રકાશે માત્ર ૫ વર્ષની ઉંમરથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી.
સૌથી પહેલા તેમણે કેરાલાની એક લોકલ ફુટ વીયર કંપની માટે વિજ્ઞાપન કર્યું હતું. ત્યારબાદ અમૃત પ્રકાશે ડાબર, ગ્લુકોન-ડી, રસના, સનસિલ્ક જેવી ઘણી જાહેરાતમાં પણ કામ કર્યું હતું. બાદમાં તેમણે એક્ટિંગમાંથી બ્રેક લઇ લીધો અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા લાગી ગઈ હતી. અમૃતા પ્રકાશે મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલમાં તે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. અમૃતા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની સુંદર તસ્વીરો અને વિડીયો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે. ફેન્સ પણ તેમની તસ્વીરોને ખૂબ જ પસંદ કરે છે.