જોખમમાં લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવનું ધારાસભ્ય પદ! પટના હાઈકોર્ટમાં થઈ સુનાવણી

nation

પટના હાઇકોર્ટે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને આરજેડી ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવને ધારાસભ્ય તરીકે ચુંટવાને પડકારતી ચૂંટણી અરજી પર સુનાવણી કરી હતી. ન્યાયમૂર્તિ વીરેન્દ્ર કુમારે વિજય કુમાર યાદવની ચૂંટણી અરજી પર સુનાવણી કરતા બંને પક્ષોને ઈશ્યૂ ફ્રેમ કરીને આગામી સુનાવણીમાં કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, બિહારની 2020ની વિધાનસભા ચૂંટણીમાં હસનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી પરાજિત ઉમેદવાર વિજય કુમાર યાદવે ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવની ચૂંટણીને પડકારતી ચૂંટણી અરજી દાખલ કરી છે.

અરજદારના વકીલ જગન્નાથ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, તેમની ચૂંટણીને આ આધાર પર પડકારવામાં આવી છે કે તેમણે ચૂંટણી માટે કરેલા નોમિનેશન પેપરમાં જાણી જોઈને તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી નથી. બિહાર વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન 16 ઓક્ટોબર, 2020 ના રોજ દાખલ કરવામાં આવ્યું હતું.

17 ઓક્ટોબર 2020 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. 19 ઓક્ટોબર, 2020 નોમિનેશન પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. વિધાનસભાની ચૂંટણી 3 નવેમ્બર, 2020 ના રોજ યોજાઈ હતી અને 10 નવેમ્બર, 2020 ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. આમાં તેજ પ્રતાપ યાદવ હસનપુર વિધાનસભા મત વિસ્તારથી જીત્યા હતા. આ મામલે આગામી સુનાવણી 2 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ ફરી થશે.

તમને જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેજપ્રતાપ યાદવ સમસ્તીપુરના હસનપુરથી જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે તેમના નજીકના હરીફ જેડીયુ ઉમેદવારને લગભગ 14,000 મતોથી હરાવ્યા હતા. તેજ પ્રતાપને 62337 મત મળ્યા હતા જ્યારે જેડીયુના ઉમેદવાર રાજકુમાર રાયને 48405 મત મળ્યા હતા. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર મનીષ કુમારને 7785 મત મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *