જો હથેળીમાં મસ્તિષ્ક રેખાથી નિકળીને કોઈ રેખા સૂર્ય રેખાને સ્પર્શ કરે અને ત્રિકોણ જેવું ચિહ્ન બનાવે તો આવા વ્યક્તિઓમાં દૂરદર્શિતા હોય છે. તેઓ જન્મથી જ બુદ્ધિશાળી હોય છે. આવા લોકો જીવનમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા સાથે કેરિયર અને બિઝનેસમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે.
જો કોઈની હથેળીમાં અનામિકા આંગળી પર એક સીધી રેખા હોય અને તે ત્રીજા વેઢાં સુધી જાય તો તે વ્યક્તિ બહુ જ નસીબદાર હોય છે. આવા લોકો સમાજમાં પ્રભાવી હોય છે. અને પોતાનું કામ આસાનીથી કરાવી શકે છે. આવા લોકોની મદદ અને પ્રભાવથી તે પોતાના જીવનમાં સફળતાની ઉંચાઈએ પહોંચે છે. જીવનમાં અનેક સુખ ભોગવે છે.
જો હથેળીમાં બે સમાંતર ભાગ્ય રેખા જોવા મળે તો તે વ્યક્તિ બહું જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો પોતાના જીવનમાં 2 મુખ્ય સ્ત્રોતોથી આવક પ્રાપ્ત કરે છે. તેમના ભંડાર હમેંશા ભર્યા રહે છે. ક્યારેય પૈસાની ઓછપનો સામનો કરવો પડતો નથી. દરિદ્રતા શું કહેવાય તે તેમને ખબર નથી પડતી.
જો કોઈની હથેળીમાં રાહુનો પર્વત ઉઠેલો હોય તો તે વ્યક્તિ બહુ ઓછા સમયમાં સફળતાનો સ્વાદ ચાખી શકે છે. રાહુ શક્તિશાળી ગ્રહ છે. તેમની શુભ દશા જો ચાલતી હોય તો કે રાહુ કુંડળીમાં યોગકર બનતો હોય અને તેની દશા ચાલતી હોય તો વ્યક્તિને જીવનમાં માલામાલ બનાવી દે છે. એટલે સુધી કે શત્રુઓને પણ મિત્રતામાં બદલી નાંખે છે.
જો હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન હોય કે ત્રિશૂળનું ચિહ્ન હોય તો પણ આવી વ્યક્તિ સફળ નિવડે છે. તેમને ઈશ્વરીય આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. જો હાથમાં શુક્ર મેખલા હોય તો પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ વૈભવપૂર્ણ અને નામના સભર જીવન જીવે છે.