જો આવું સપનું આવ્યું તો સમજો થઈ જશો માલામાલ, ધનવાન થવાના સંકેત

DHARMIK

દરેક વ્યક્તિને કોઈને કોઈ સપનું આવે જ છે. માન્યતાઓ અનુસાર દરેક સપનાનું કોઈને કોઈ મહત્વ રહેલું છે. દરેક સપનાને આપણા જીવનમાં બનતી ઘટનાઓ સાથે જોડી દેવામાં આવે છે. કેટલાક સપનાઓ એવા હોય છે જે ખુબજ ડરામણા હોય છે કેટલાક સપનાઓ આવનાર ભવિષ્યનો સંકેત આપતા હોય છે. સપ્તરંગી મન મનુષ્ય સામે એક અલગ જ વિશ્વ ઉભુ કરી દે છે. આજે આપણે આવાજ કેટલાક અલગ અલગ સપનાઓ અને તેના ગુઢાર્થને પામવાનો પ્રયાસ કરીએ.

આજે આપણે એવા કેટલાક સપના અંગે વાત કરીએ જે સપના દર્શાવે છે કે તમે હવે બની જશો ધનવાન. જો તમને સપનામાં બિલાડી, ધુવડ, અશ્વ દેખાય તો સમજો માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવી રહ્યા છે. જો સપનામાં તમે ઘોડા પર સવારી કરો કે કઈ સ્પર્ઘાનો હિસ્સો બનો તો સમજો તમારા ફસાયેલાં નાણાં પરત મળી જશે. ધનનો વરસાદ થશે.

સપનામાં માં લક્ષ્મી કે ભવાનીના દર્શન થાય તો તમારો ભાગ્યોદય નિશ્ચિત છે. તમારા દરેક કષ્ટ દુર થઈ જશે. સપનામાં જો તમે નવા વસ્ત્ર અને અલંકાર ધારણ કરો તો સમજો તમારા ઘરની તિજોરી પૈસાથી છલકાઈ જશે.

જો તમે સપનામાં કમળનું ફુલ ધારણ કરો તો અથવા તમને કોઈ કમળનું ફૂલ ભેટમાં આપે તો તેનો સ્પષ્ટ મતલબ છે કે તમે આર્થિક રીતે સદ્ધર થઈ જશો. સ્વપ્નમાં જો તમને નાનકડી કન્યા દેખાય તો સમજો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યા હલ થશે.

Leave a Reply

Your email address will not be published.