જો આ સાત વસ્તુઓ પર ભૂલથી પણ તમે પગ મૂકયો તો થશે તમારો વિનાશ

DHARMIK

નીતિ શાસ્ત્રના મહાન જ્ઞાતા આચાર્ય ચાણક્ય (Chanakya Niti) એ પોતાના નીતિ ગ્રંથમાં એવી સાત પ્રકારની વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને ભૂલથી પણ પગ ના અડવો જોઇએ. તેઓ જણાવે છે કે, આ સાત વસ્તુઓને પગ લગાડનારા મનુષ્યનો નાશ થઇ જાય છે. તેને ભગવાન પણ માફ નથી કરતા.

पादाभ्यां न स्पृशेदग्निं गुरुं ब्राह्मणमेव च।
नैव गावं कुमारीं च न वृद्धं न शिशुं तथा॥

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથમાં સાતમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે કે, અગ્નિ, ગાય, ગુરૂ, બ્રાહ્મણ, કુવારી કન્યા, વૃદ્ધ અને બાળક, આ તમામને ક્યારેય પગેથી અડવું નહીં. અર્થાત આવું કરવું અસભ્યતા છે.

અગ્નિને પગથી અડવાથી પગ સળગી જાય છે. આમ પણ અગ્નિને દેવતા માનવામાં આવે છે અને દેવતાઓનું અપમાન કરવું જોઇએ નહીં. અગ્નિનેને હિન્દુ ધર્મમાં પણ પવિત્ર માનવામાં આવે છે. આજ કારણ છે કે મહત્વના તમામ કામોને અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. માટે અગ્નિને પગથી અડવું ન જોઇએ.

Leave a Reply

Your email address will not be published.