જીવનમાં ખરાબ સમય આવતા પહેલા દેખાય આવા સંકેત

about

જીવન ઉતાર-ચઢાવનું નામ છે. ક્યારેક સારો સમય આવે છે અને વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. બીજી તરફ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે મુસીબતો ખતમ થવાનું નામ નથી લેતી. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે ક્યારેય કોઈ સંકટનો સામનો ન કર્યો હોય. પરંતુ શું તમે જાણો છો કે મુસીબતોનો સંબંધ ગ્રહો સાથે પણ હોય છે અને ખરાબ સમય આવતા પહેલા જ સંકેત મળવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ, રાહુ અને કેતુ કોઇ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અચાનક તે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. જેના કારણે તે વ્યક્તિ પર મુસીબતોનો વરસાદ થવા લાગે છે. ભગવાન પણ ખરાબ સમય આવતા પહેલા માણસને જાણ કરે છે. આ ચિહ્નો છે વૃદ્ધ વ્યક્તિનું બગડતું સ્વાસ્થ્ય, અચાનક ખર્ચમાં વધારો, ઘરના કોઈપણ પ્રાણીનું સ્વાસ્થ્ય બગડવું.

સપના દરેકને આવે છે. આ એક સામાન્ય બાબત છે. પરંતુ જો ખરાબ સપના સતત આવવા લાગે તો પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી શકે છે. આ માટે રોજ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અથવા આપણે આપણા પ્રમુખ દેવતાની પૂજા કરવી જોઈએ. તમારા પ્રિય ઇષ્ટદેવને યાદ કરીને સૂઈ જાઓ.

પુરૂષના શરીરનું ડાબુ અંગ ફરકે તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ અવયવોમાં ડાબી આંખ, હાથ અથવા ડાબા ગાલનો સમાવેશ થાય છે. આ અંગો પણ આવનારી મુશ્કેલીનો સંકેત આપે છે. પુરુષોનો ડાબો ભાગ અને સ્ત્રીઓનો જમણો ભાગ ફફડવો તે અશુભ માનવામાં આવે છે. જો આવુ થાય તો તમને ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જ્યારે આવું થાય ત્યારે ભગવાનનું સ્મરણ કરો અને કોઈ બીજી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરો.

સપનામાં કોઈને રડતા જોવું પણ ખરાબ માનવામાં આવે છે. જો તમે આવું સપનું જોશો તો કોઈને ન જણાવો નહીંતર તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ વાતને મનમાં દબાવી દો, પથારી પરથી ઉઠીને મીઠાથી હાથ ધોઇ લો આવુ કરવાથી અશુભ સંકેત ટળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *