જિમમાં મુલાકાત બાદ એન્જિનિયર યુવકે 34 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે આ શું કર્યું?

GUJARAT

સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને એક સંતાનની માતા એવી ડૉક્ટરને સાથે જિમમાં આવતા એન્જિનિર વિદ્યાર્થીએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ બીભત્સ ફોટો અને વિડીયો તેના પતિને દેખાડવાના બહાને બ્લેકમેઈલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના રાંદેરમાં રહેતા 22 વર્ષીય એન્જિનિયર યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડૉકટર પર રેપ કર્યો છે. તેઓ બંને જિમમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતાં. દુષ્કર્મ કરનાર એન્જિનિયર વિદ્યાર્થીના માતા સરકારી કર્મચારી હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા ડૉક્ટરે અઢી વર્ષ અગાઉ જિમમાં જવાનું શરૂ કર્યું હતું. દરમિયાન જિમમાં તેમનો પરિચય 22 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે થયો હતો. યુવકે આ મહિલા ડૉક્ટર સાથે મિત્રતા કેળવી તેમનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને તેઓ બંને વ્હોટ્સએપ તેમજ કૉલ પર વાતચીત કરતા હતા.

ત્યારે વર્ષ 2020માં આ યુવક તે મહિલા ડૉક્ટરને મળવા માટે તેઓના ઘરે પહોંચી ગયો હતો અને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવકે આ મહિલા ડૉક્ટરના બીભત્સ ફોટો અને વિડીયો તેના મોબાઈલમાં ક્લિક કરી લીધા હતા.

પછી યુવકે આ મહિલા ડૉક્ટરને એવી ધમકી આપી હતી કે આ ફોટો અને વિડીયો તારા પતિને દેખાડીશ, આ રીતે ધમકી આપી બ્લેકમેઈલ કરીને એન્જિનિયર યુવકે ગણતરીના દિવસોમાં મહિલા ડૉક્ટર પર બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ડૉક્ટર મહિલાએ આ યુવક સાથેના સંબંધ તોડી દીધા હતા.

તેમ છતાં એન્જિનિયર યુવક આ ડૉક્ટર મહિલાને પરેશાન કરતો હતો. તે આ મહિલા ડૉક્ટરને વારંવાર ફોન કરતો તેમજ ક્લિનિક આવતા-જતાં રસ્તામાં ગાળો આપતો હતો. છેવટે મહિલા ડૉક્ટરે કંટાળીને જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે તે 22 વર્ષીય એન્જિનિયર યુવકની ધરપકડ કરી છે. 22 વર્ષીય યુવકની માતા સરકારી કર્મચારી છે જ્યારે પિતા ખાનગી નોકરી કરતા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *