જીજાજીએ સાળીઓની ડિમાન્ડ પૂરી ન કરી, દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી

Uncategorized

લગ્નમાં સાળીઓ દ્વારા અનેક રીતરિવાજોને લઈને પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે, અને સાળીઓની આ ડિમાન્ડને જીજાજીને પૂરી જ કરવી પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં સાળીઓની ડિમાન્ડને પૂરી ન કરવા પર વરરાજાને ઉદાસ ચહેરે જાન પરત લઈને આવવાનો વારો આવ્યો હતો. બન્યું એવું કે, વરમાળા પહેરાવ્યા બાદ સાળીઓએ જીજાજી પાસેથી પાંચ હજાર રૂપિયાની ડિમાન્ડ કરી હતી. જો કે, જાજીજા લાંબી રકઝક બાદ માત્ર 1500 રૂપિયા આપવા જ તૈયાર થયો હતો. જો કે, સાળીઓએ તેનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ભારે હંગામો થતાં જ દુલ્હને લગ્ન કરવાની જ ના પાડી દીધી હતી. જે બાદ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પણ દૂલ્હન માની ન હતી. જેથી વરરાજાને દૂલ્હન વગર જ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો.

5 હજાર ન આપતાં દૂલ્હને લગ્ન કરવાની ના પાડી

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મુસ્કારાના બંડવા ગામમાં રહેતાં વિપિનના લગ્ન બોખરા ગામમાં નક્કી થયા હતા. શનિવારે તે જાન લઈને બોખરા ગામ પહોંચ્યો હતો. જો કે, વરમાળાનો રિવાજ પૂરો થતાં જ સાળીઓ સ્ટેજ પર આવી ગઈ હતી અને જીજાજી પાસેથી પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી. જો કે, વિપિને સાળીઓને માત્ર 500 રૂપિયાની વાત કરી હતી. પણ 500 રૂપિયામાં સાળીઓ માની ન હતી અને પાંચ હજારની જ જીદ લઈને બેસી ગઈ હતી. જો કે, લાંબી રકઝક બાદ વિપિર 1500 રૂપિયા આપવા માટે તૈયાર થયો હતો.

દૂલ્હન વગર જ જાન પરત ફરી

જો કે, સાળીઓ 1500 રૂપિયા લેવા માટે પણ તૈયાર ન હતી, તેઓ પાંચ હજારની ડિમાન્ડ પર જ વળગી ગઈ હતી. જે બાદ વાત એટલી બગડી કે, લગ્ન મંડપમાં હંગામો મચી ગયો હતો. અને દૂલ્હનને લગ્નની ના પાડતાં વિવાદ વધારે ઉગ્ર બન્યો હતો અને આ મામલે પોલીસને પણ બોલાવાવમાં આવી હતી. જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સમાધાન થઈ શક્યું ન હતું અને આખરે દૂલ્હન વગર જ જાન પરત ફરી હતી.

3 વર્ષ પહેલાં જ લગ્ન માટે ઘરેથી ભાગી ગયા હતા

ઉલ્લેખનીય છે કે, વિપિનના લગ્ન 3 વર્ષ પહેલાં જ નક્કી કરી દેવામાં આવ્યા હતા. અને એકબીજા સાથે લગ્ન કરવા માટે વિપિન અને તેની દૂલ્હન ઘરેથી ભાગી પણ ગયા હતા. જો કે, પરિવારજનોએ લગ્ન કરવાનું આશ્વાસન આપતાં બંને ઘરે પરત ફર્યાં હતા. જો કે, લગ્નના સમયે જ સાળીઓના વિવાદને કારણે વિપિનના લગ્ન ફરીથી અટકી ગયા હતા. વિપિનના ભાઈએ જણાવ્યું કે, દૂલ્હનને આપવામાં આવેલ ઘરેણાં અને કપડાં તેનાં ઘરવાળાઓએ રાખી દીધા છે, અને પરત પણ આપી રહ્યા નથી. આ મામલે પોલીસે જણાવ્યું કે, હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *