આશારામ બાપુને લઈને આવી આ મોટી ખબર,ખાસ જાણીલો તમે પણ

Uncategorized

યૌન શોષણના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુની તબિયત છેલ્લા પાંચ દિવસથી ખરાબ જોવા મળી રહી છે. શનિવારે તબિયત વધુ બગડતાં તેમને જોધપુરના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા. આસારામ બાપુનો તાવ ઘણા દિવસોથી ઓછો ન થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાપુને હોસ્પિટલના જનરલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, એઈમ્સમાં દાખલ થયા બાદ આસારામ બાપુની વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવી છે. તેના લીવરમાં એન્ઝાઇમ વધી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટરોએ યુરિનરી ઈન્ફેક્શન વિશે પણ જણાવ્યું છે. હાલમાં બાપુને હોસ્પિટલના જનરલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થીર છે.

48 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ

AIIMS જોધપુરના સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દી આસારામ બાપુને હાલ 48 કલાક માટે ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. દર્દીને છેલ્લા ઘણા દિવસોથી તાવ આવતો હતો. જેલની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેનાથી કોઈ ફાયદો ન થયો ત્યારે જેલ મેન્યુઅલ મુજબ આસારામની બીમારી અને ઉંમરને જોતા તેમને એઈમ્સમાં દાખલ કરવા જરૂરી હતા. તેથી, આસારામ બાપુને શનિવારે સવારે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આસારામ બાપુને તાવની સાથે સાથે વૃદ્ધાવસ્થામાં થતી અન્ય બીમારીઓ પણ છે. જેમાં યુરોલોજીને લગતી સમસ્યા મુખ્ય છે. જેના કારણે તેમને શનિવારે સવારે તમામ ટેસ્ટ માટે ઓપીડીમાંથી સીધા જ યુરોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં યુરિનરી ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.