જે ટ્રેક્ટર પર સંસદ પહોંચ્યા હતા રાહુલ ગાંધી તે પોલીસે કર્યું જપ્ત, કૉંગ્રેસના 6 નેતાની અટકાયત

Uncategorized

સંસદના ચોમાસુ સત્રમાં સતત ચાલી રહેલા હોબાળાની વચ્ચે સોમવારના કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી ચર્ચા જગાવી. રાહુલ ગાંધી સોમવારના ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા. તેમણે કૃષિ કાયદાનો વિરોધ કર્યો, પરંતુ ખાસ વાત એ રહી કે દિલ્હી પોલીસે બાદમાં આ ટ્રેક્ટર જપ્ત કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્રના કારણે આ વિસ્તારમાં કલમ 144 લાગુ રહે છે. આવામાં રાહુલ ગાંધી પહેલાથી જાણ કર્યા વગર ટ્રેક્ટર લઈને સંસદ ભવન પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી તો સંસદ ભવનમાં જતા રહ્યા, પરંતુ બાદમાં દિલ્હી પોલીસે કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, શ્રીનિવાસ બી.વી.ની અટકાયત કરી. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસના 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. જો કે અત્યારે ધરપકડને લઈને કોઈ જાણકારી નથી. તો રણદીપ સુરજેવાલાનું કહેવું છે કે તેઓ પોલીસનો સહયોગ કરશે, પરંતુ બેલ માટે અપ્લાય નહીં કરે.

આ ઉપરાંત દિલ્હી પોલીસે એ ટ્રેક્ટર પણ જપ્ત કર્યું છે જે લઈને રાહુલ ગાંધી સંસદ ભવન પહોંચ્યા હતા. સાથે જ કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસ દ્વારા આ પ્રદર્શનની પરવાનગી નથી આપવામાં આવી. સાથે જ ટ્રેક્ટરની આગળ અથવા પાછળ નંબર પ્લેટ નહોતી. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી વિરોધ ચાલી રહ્યો છે.

ખેડૂતો દ્વારા દિલ્હીની અલગ-અલગ સરહદો પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યારે હવે દિલ્હીના જંતર-મંતર પર કિસાન સંસદ બેસાડવામાં આવી છે. જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે, ત્યાં સુધી જંતર-મંતર પર ખેડૂતો દ્વારા કિસાન સંસદ ચલાવવામાં આવશે. આ દરમિયાન લગભગ 200 ખેડૂતોને અહીં રહેવાની પરવાનગી છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પાર્ટી પણ સતત કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. સંસદમાં પણ કૉંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *