જે હોટલોમાં પિતા સફાઈકર્મી, તે તમામ દીકરાએ ખરીદી લીધી

BOLLYWOOD

90ના દાયકાના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીને આજે કોઈ ઓળખની જરૂર નથી. સુનીલ શેટ્ટી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સુનીલ શેટ્ટીએ લગભગ દરેક પ્રકારનું પાત્ર ભજવ્યું છે. થોડા સમય પછી તેણે કેટલીક ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી. તેણે તેની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સુનીલ શેટ્ટીના પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેનો ઉછેર કર્યો હતો!

પિતાને યાદ કરી સુનીલ શેટ્ટી ભાવુક

એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ જ તેના પિતા સાથે જોડાયેલા સંઘર્ષ વિશે વાત કરી હતી.અભિનેતાએ જણાવ્યું હતું કે તેના પિતા વીરપ્પા શેટ્ટી એક સફાઈ કામદાર હતા. સુનીલ શેટ્ટીએ જયારે તેના પિતાના સંઘર્ષ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તેઓ ભાવુક થઇ ગયો હતો.

સુનીલના પિતા હોટલમાં ક્લીનર હતા

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

આ વિશે વાત કરતાં સુનીલે કહ્યું, ‘મારા પિતા માત્ર 9 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. જ્યારે પણ કોઈ મને પૂછે છે કે મારો હીરો કોણ છે તો હું મારા પિતાનું નામ લઉં છું. મને મારા પિતા પર ગર્વ છે અને તેઓ જે અવિશ્વસનીય જીવન જીવ્યા છે તે મને વધુ ગર્વ આપે છે. મારા પિતા સફાઈ કામદાર હતા પરંતુ તેમને તેમના કામ અંગે ક્યારેય શરમ અનુભવી નથી અને આ જ વસ્તુ મને મારા પિતાએ જ શીખવી છે.

જે બિલ્ડીંગોમાં કામ કર્યું તેના માલિક બન્યા

સુનીલે વધુમાં કહ્યું ‘મારા પિતાએ જીવન ગુજારવા માટે જે કંઈ પણ કર્યું તેમાં તેમને ક્યારેય શરમ નથી. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે બિલ્ડીંગો તેમણે સફાઈકર્મી તરીકે કામ કર્યું હતું તેના તેઓ મેનેજર બની ગયા હતા.અને પછી તેઓ આ જ તમામ બિલ્ડીંગોના માલિક પણ બની ગયા. તેમણે મને હંમેશા શીખવ્યું કે જે પણ કામ કર તેના પર હંમેશા ગર્વ કર…

કરિશ્માએ સુનીલ શેટ્ટીના પિતાને યાદ કર્યા

પિતા વિશે વાત કરતા સુનીલે કહ્યું કે તેમણે મને હંમેશા શીખવ્યું કે તમે જે કરો છો તેના પર ગર્વ કરો અને દિલથી કરો. આ દરમિયાન કરિશ્મા પણ વાતચીતમાં જોડાઈ અને સુનીલ શેટ્ટીના પિતાને મળવાનો પોતાનો અનુભવ અને તે એક વ્યક્તિ તરીકે કેવા હતા તે વિશે શેર કર્યું. જે વિશે કરિશ્માએ કહ્યું “જ્યારે અમે સાથે કામ કરતા હતા ત્યારે મને સુનીલના પિતાને મળવાનું સન્માન મળ્યું હતું. તે અમારા શૂટ પર આવતા અને ગર્વથી તેમના દીકરાનું કામ જોતા હતા. તે ખરેખર ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા.

2017માં સુનીલ શેટ્ટીના પિતાનું નિધન

નોંધનીય છે કે વર્ષ 2017માં સુનીલ શેટ્ટીના પિતા વીરપ્પા શેટ્ટીનું મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. વર્ષ 2013માં તેને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ સુનીલ શેટ્ટીએ તેના મુંબઈના ઘરમાં આઈસીયુ બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે પિતાની બીમારીના કારણે સુનીલ શેટ્ટીએ થોડા સમય માટે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *