જાતીય સંબંધ સાથે સંકળાયેલા બે યક્ષપ્રશ્નો જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે

social

જાતીય સંબંધ પોતે જ એક ઉત્તમ વર્કઆઉટ છે. તેનાથી કેલરી બર્ન થાય છે, તેથી તેનો તમારા વજન વધવા સાથે કોઈ જ સંબંધ નથી. હોર્મોન્સમાં અસંતુલનને કારણે જ વજન વધે છે.

જાતીય સંબંધ વિષય જ એવો છે કે તેને લઈને આજેય અનેક લોકોનાં મગજમાં અનેક પ્રકારના પ્રશ્નો ઘૂમરાયા કરે છે. કેટલાક અંશે તેનું કારણ જાતીય સંબંધ વિશે ઓછું જ્ઞાન કે મોટાભાગે અજ્ઞાન હોય છે. વળી, બીજા દ્વારા કહેલી વાતો કે અનુભવો જાતજાતની ભ્રમણા પેદા કરે છે. જોકે, જાતીય સંબંધ બાબતે દરેકના અનુભવો જુદાજુદા હોઈ શકે છે, પરંતુ મહિલાઓમાં બે એવા યક્ષપ્રશ્નો કે ભ્રમણાઓ છે જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમાંથી એક છે કે વધારે વાર જાતીય સંબંધ બાંધવાથી વજન વધી જાય છે અને બીજું ઓછી વાર જાતીય સંબંધ બાંધવાથી મેનોપોઝ જલદી આવે છે. જાણીએ કે આ બંને બાબતોમાં ખરું શું છે.

વધુ વાર જાતીય સંબંધ બાંધવાથી વજન વધી જાય?

લગ્ન પછી મોટાભાગે સ્ત્રીઓનું વજન વધી જાય છે. ખાસ કરીને લગ્નના 3થી 6 મહિનામાં છોકરીનું વજન થોડું વધી જાય છે. જો તમે લોકોની વાતોમાં આવીને એમ માનતા હો કે જાતીય સંબંધ બાંધવાને કારણે વજન વધી રહ્યું છે, તો તે બિલકુલ ખોટું છે. આ એક બહુ મોટી ભ્રમણા છે. વજન વધવા સાથે જાતીય સંબંધને કોઈ જ લેવાદેવા નથી, પણ હા, તમારા હોર્મોન્સને જરૂર લેવાદેવા છે. હોર્મોન્સમાં અસંતુલનને કારણે જ વજન વધે છે, કારણ કે જાતીય સંબંધ બાંધવો એ પોતે જ એક ઉત્તમ વર્કઆઉટ છે. તેનાથી કેલરી બર્ન થાય છે, તેથી તેનો તમારા વજન વધવા સાથે કોઈ જ સંબંધ નથી. હોર્મોન્સનું શરીરમાં અસંતુલન થવાથી વજન જરૂર વધી શકે છે. હોર્મોન્સના અસંતુલન પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે, જેનેટિક્સ, સ્ટ્રેસ, ડાયેટ, લાઈફસ્ટાઈલ, અન્ય હોર્મોન્સ વગેરે. અને એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને ડીએચઈએ વગેરે. આ સિવાય સ્ત્રીઓમાં વજન વધવાનું કારણ પીસીઓડી અથવા પ્રિમેચ્યોર પેરીમેનોપોઝ પણ હોઈ શકે છે.

સેક્સ હોર્મોન્સને જાણો

એસ્ટ્રોજન: મહિલાઓની ઓવરીઝ અને એડ્રિનલ ગ્રંથિમાંથી મળતા આ હોર્મોનને કારણે સ્ત્રીઓનું વજન વધે છે.

પ્રોજેસ્ટેરોન: આ પણ એસ્ટ્રોજનની જેમ જ કામ કરે છે. મહિલાઓની સેક્સુઅલ મેચ્યોરિટી વધારવાની સાથે જ તે પ્રેગ્નન્સી માટે મહિલાઓના શરીરને મજબૂત બનાવે છે. જો શરીરમાં પ્રોજેસ્ટેરોનની ઊણપ હોય તો એસ્ટ્રોજન અનિયંત્રિત થઈ જાય છે, જેને કારણે વજન વધે છે.

ડીએચઈએ: આ હોર્મોનની ઊણપ સર્જાય તો તેને કારણે પણ વજન વધી શકે છે.

લાઈફ સ્ટાઈલ મહત્ત્વનો ભાગ ભજવે છે

કોઈ પણ વ્યક્તિની લાઈફસ્ટાઈલ તેની શારીરિક સ્વસ્થતા પર અસર કરે છે. લગ્ન પછી મોટાભાગના લોકો કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા જાય છે અને ફિટનેસ પર પૂરતું ધ્યાન આપતા નથી. એક્સરસાઈઝ, જોગિંગ વગેરે જાણે ભૂલી જ જાય છે. જેને કારણે પણ વજન વધે છે. સાથે જ લગ્નના શરૂઆતના દિવસોમાં કપલ્સ વધારે હરે-ફરે છે અને બહાર ખાવાનું ખાય છે, જેને કારણે પણ વજન વધી જાય છે. આટલું કરવાથી લાભ થશે

હોર્મોન્સ સંતુલિત રહે તેના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખાનપાન અપનાવો. એક્સરસાઈઝ, જોગિંગ, યોગ-પ્રાણાયામ વગેરે નિયમિત કરતા રહેવું જોઈએ. તેનાથી વજન કંટ્રોલમાં રહેશે અને તમને સ્વસ્થતા પણ અનુભવાશે. સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બચો. જંક ફૂડ અને તળેલું ખાવાનું એવોઈડ કરો.

જાતીય સંબંધ બાંધવાના ઘણાં ફાયદા છે જેમ કે, કેલરી બર્ન થાય છે, હૃદય સ્વસ્થ રહે છે, ત્વચા ચમકદાર બને છે વગેરે. તે મેરિડ લાઈફ માટે પણ ટોનિકનું કામ કરે છે. જાતીય સંબંધ બાંધવાના આટલા ફાયદા છે, પરંતુ છતાં કેટલીક મહિલાઓ છે, જે જાતીય સંબંધને એટલું મહત્ત્વ આપતી નથી જેટલું આપવું જોઈએ. જાતીય સંબંધ ઓછા બાંધવા માટે એવું મનાય છે કે તેને કારણે મહિલાઓમાં બહુ જલદી એટલે કે સમયથી પહેલાં મેનોપોઝ આવી જાય છે. વાસ્તવિકતા શું છે તે જાણીએ.

દાંપત્યજીવનમાં રોમાંચ જાળવી રાખવામાં જાતીય સંબંધ બાંધવો એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બાબતમાં મોટેભાગે પુરુષો એક્ટિવ હોય છે જ્યારે સ્ત્રીઓ એટલી જ સુસ્ત હોય છે. એક સ્ટડી અનુસાર 35 વર્ષથી ઉપરની જે સ્ત્રીઓ સેક્સુઅલી ઓછી એક્ટિવ હોય છે, તેમને મોનોપોઝ જલ્દી આવી જાય છે.

સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જે સ્ત્રીઓ વધારે વખત જાતીય સંબંધ બાંધે છે તેમને મેનોપોઝ જલ્દી આવતું નથી. વળી, એવું પણ જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં એક જ વાર શારીરિક સંબંધ બાંધે છે તેમનામાં મેનોપોઝ આવવાની સંભાવના જે મહિલાઓ મહિનામાં એક વાર શારીરિક સંબંધ બાંધે છે, તેમની તુલનામાં 28 ટકા જેટલી ઓછી હોય છે.

ત્રણ હજાર મહિલાઓ પર કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓવ્યૂલેશન દરમિયાન મહિલાઓની ઈમ્યુનિટી નબળી થઈ જાય છે, જેનાથી બીમાર થવાની શક્યતા પણ વધી જાય છે.

કમર અને જાંઘોની પાસે ફેટ એકઠું થવું.

પીરિયડ્સની ડેટ આગળ-પાછળ થવી.

વજાઈના ડ્રાય થઈ જવી.

ઊંઘ ન આવવી.

મૂડ સ્વિંગ્સ.

સેક્સ ડ્રાઈવમાં કમી આવવી.

એંગ્ઝાઇટી અથવા ડિપ્રેશન

આ કારણ છે મેનોપોઝ આવવાનું

રિસર્ચમાં એ પણ સાબિત થઈ ગયું છે કે 35 વર્ષથી ઉપરની મહિલાઓ શારીરિક સંબંધ ન બાંધે તો તેમનું શરીર ઓવ્યૂલેશન બંધ કરવાનો સંકેત આપવા લાગે છે, જેને કારણે મેનોપોઝ જલદી આવે છે. વાસ્તવમાં શરીર સિગ્નલ આપે છે કે હવે પ્રજનની પ્રક્રિયા માટે ઈંડાની જરૂર નથી, તેથી ઓવ્યૂલેશન બંધ થઈ જાય છે અને મેનોપોઝ શરુ થઈ જાય છે.

શું કરવું જોઈએ?

જો તમે ન ઇચ્છતા હો કે તમારું મેનોપોઝ જલદી આવે તો સેક્સુઅલી એક્ટિવ રહો. શક્ય હોય તેટલા એક્ટિવ રહો, કારણ કે તે તમને મેનોપોઝથી તો બચાવશે જ સાથે સાથે તમને હેલ્ધી પણ રાખશે. તેથી ફીટ અને હેલ્ધી રહેવા માટે જાતીય જીવન માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *