કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં પણ દસ્તક આપી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 30 દેશોમાં ફેલાઈ ચુકેલા નવા વેરિએન્ટ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોન પર રસીકરણ અથવા પહેલા થયેલા કોરોનાથી પેદા થયેલી રોગપ્રતિકારક શક્તિની અસર થતી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણો સામે નથી આવ્યા પરંતુ આ વેરિએન્ટને સૌથી પહેલા ઓળખનાર દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ એન્જેલિક કોએત્ઝી અનુસાર, ઓમિક્રોનના અસામાન્ય પરંતુ હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. ડોકટર એન્જેલિકનું કહેવું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાથી અલગ છે.
કોરોનાના બીજા વેરિએન્ટના સંક્રમણ થવા પર સ્વાદ અને સુગંધની ક્ષમતા પર અસર થતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણો જોવા નથી મળતા. ભલે ગળામાં ખરાશ રહે છે, પરંતુ કફની સમસ્યા જોવા નથી મળતી.
ઓમિક્રોનના લક્ષણો દેખાવા પર સાવધાનીઓ રાખો
ડેલ્ટા વેરિએન્ટ કરતા 5 ગણો વધુ શક્તિશાળી છે, મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની આના પર અસર થતી નથી, ઓમિક્રોનના અત્યાર સુધીમાં 50 મ્યુટેશન થઈ ચુક્યા છે. સ્પાઈક પ્રોટીન મ્યુટેશનથી વેક્સિનને બેઅસર કરે છે. તેના પર રોગપ્રતિકારક શક્તિની અસર થતી નથી.
ડેલ્ટા વેરિએન્ટથી અલગ છે ઓમિક્રોનના લક્ષણો – સ્નાયુઓમાં દુઃખાવો, હલકો તાવ, ગળામાં ખરાશ, થાક, માથાનો દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ઘણા લોકોમાં કોઈ જ લક્ષણો જોવા મળતા નથી.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો – વેક્સિનના બંને ડોઝ લો, માસ્ક પહેરીને જ બહાર જાઓ, સમયાંતરે હાથ ધોતા રહો, ઘરમાં બીમાર કે વૃદ્ધ સભ્યોથી દૂર રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, ભીડમાં જવાનું ટાળો.