જાણો કેમ બદલાઇ ગયું Facebookનું નામ, તમારા પર શું અસર પડશે?

social

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલીને હવે ‘મેટા’ કરી લીધું છે. કંપનીના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ગુરૂવારના રોજ તેની જાહેરાત કરી. નામ બદલવાને લઇ માહિતી થોડાંક દિવસ પહેલાં જ મળી હતી. અમે અહીં તમને બતાવા જઇ રહ્યા છે કે કંપનીનું નામ કેમ બદલાઇ ગયું.

વાત એમ છે કે માર્ક ઝુકરબર્ગ ઇચ્છે છે કે તેમની કંપનીને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે ઓળખ ના મળે. કંપની સોશિયલ મીડિયાથી આગળ વધીને મેટાવર્સ વર્લ્ડની તૈયારી કરી રહ્યું છે. તેના માટે કંપની 10 હજાર લોકોને હાયર પણ કરશે. જે મેટાવર્સ બનાવામાં કંપનીની મદદ કરશે. મેટાવર્સને તમે વર્ચુઅલ રિયાલિટી તરીકે સમજી શકો છો.

એટલે કે એક એવી દુનિયા જ્યાં લોકોની હાજરી ડિજિટલ તરીકે રહેશે. લોકો ડિજિટલી એક બીજાને મળી શકશે. તમને જણાવી દઇએ કે મેટાવર્સ પર ફેસબુક જ નહીં પરંતુ માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ પણ રોકાણ કરી રહી છે. ઝકરબર્ગ ઘણા પહેલાંથી વર્ચુઅલ રિઆલિટી અને ઑગમેંટેડ રિઆલિટી પર મોટું રોકાણ કરતાં આવ્યા છે.

કુલ મળીને કહીએ તો મેટાવર્સની દુનિયામાં આગળ વધવા માટે ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કરી લીધું છે. કંપનીની એ જ કોશિશ છે કે લોકો હવેથી ફેસબુક કંપનીને માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે ઓળખશે નહીં. હવે નામ બદલ્યા બાદ ટૂંક સમયમાં જ કંપનીની તરફથી કેટલીય મોટી જાહેરાતો પણ સામે આવી શકે છે.

તમારા પર શું અસર પડશે?

આપને જણાવી દઇએ કે જે નામમાં ફેરફાર કરાયો છે તે પેરન્ટ કંપની માટે છે. એટલે કે ફેસબુક તરીકે કંપીનું નામ બદલીને મેટા કરાયું છે. કંપનીના બાકી પ્લેટફોર્મ્સ જેમકે – ફેસબુક , ઇંસ્ટાગ્રામ, અને વોટ્સએપને એ જ નામોથી ઓળખાશે. એટલે કે નામ બદલાવાથી યુઝર્સને સીધી કોઇ અસર પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published.