જાણો બુરખા, નકાબ અને હિજાબ વચ્ચેનો તફાવત

nation

તાજેતરમાં કર્ણાટકમાં હિજાબ પહેરીને ક્લાસમાં ન બેસવા દેવામાં આવતા વિદ્યાર્થીનીઓ પોતાના હકની લડાઈ લડી રહી છે. આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે ત્યારે હિજાબ, બુરખા અને ચીમારની વચ્ચેનો ફરક ખુબ ઓછા લોકોને ખબર હશે. મુસ્લિમ સમુદાયની મહિલાઓ આ પરીધાનનો ઉપયોગ કરતી હોય છે. શાયલા, અલ અમીરા અને ચાદર જેવા શબ્દો ઓછા સાંભળવામાં આવતા હોય છે.

બુરખા :

બુરખામાં મહિલાઓનું સંપૂર્ણ શરીર ઢંકાઈ જતું હોય છે. આંખો માટે ફક્ત એક પાતળું કાપડ રાખવામાં આવે છે. કેટલાક દેશોમાં જાહેર જગ્યાઓ પર બુરખો પહેરવાની પરવાનગી હોતી નથી.

હિજાબ :

હિજાબમાં વાળ, કાન, ગળું અને છાતીને ઢાંકવામાં આવે છે. જેના ખભાનો કેટલોક હિસ્સો પણ ઢંકાઈ જતો હોય છે. પરંતુ તેમાં ચહેરો દેખાય છે. હિજાબ અલગ અલગ રંગના હોઈ શકે છે. વિશ્વભરમાં મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરતી હોય છે.

નકાબ :

નકાબમાં આખો ચહેરો ઢંકાઈ જાય છે. ફક્ત વ્યક્તિની આંખો દેખાતી હોય છે. મોટાભાગે લાંબા કાળા ગાઉન સાથે નકાબ પહેરવામાં આવે છે. નકાબ પહેરવાવાળી મહિલાઓ ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં જોવા મળે છે.

શાયાલા :

શાયાલા એક ચોરસ સ્કાર્ફ છે જેનો ઉપયોગ માથું અને વાળ ઢાંકવા માટે કરવામાં આવે છે. સ્કાર્ફના બને છેડા માથાથી નીચે લટકતા રાખવામાં આવે છે. આમાં વ્યક્તિનું ગળું દેખાતું હોય છે. ખાડીના દેશોમાં આ ખુબ લોકપ્રિય છે.

અલ અમીરા :

અલ અમીરા એક ડબલ સ્કાર્ફ હોય છે. જેના એક છેડાથી માથાને ઢાંકવામાં આવે છે જયારે બીજા છેડાને પછીથી પહેરવાનો હોય છે. જે માથાથી લઈને ખભા અને છાતી સુધી આવે છે. અરબ દેશોમાં આ ખુબ લોકપ્રિય છે.
ચિનાર :

આ પણ માથાના સ્કાર્ફથી જોડાયેલો ઉપરનો કાપડનો ટુકડો છે જે ખુબ લાંબો હોય છે. આમાં ચહેરો દેખાય છે અને માથું, ખભા, છાતી અને અડધા હાથ સુધી શરીર ઢંકાયેલું હોય છે.

ચાદર :

નામ પરથી જ ખ્યાલ આવે કે ચાદર એક મોટું કપડું હોય છે. જેનાથી ફક્ત ચહેરા સિવાયનું સમગ્ર શરીર ઢાંકી દેવામાં આવે છે. ઈરાનમાં આ ખુબ લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published.