જાણો ભારતીય કોચ રાહુલ દ્રવિડે મેદાન કર્મચારીઓને કેમ રૂ.35000 આપ્યા

GUJARAT

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બનેલી પિચથી ભારતના નવનિયુક્ત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખુશ દેખાતા હતા. કાનપુર ટેસ્ટ મેચ પાંચમા દિવસે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતના 284 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે અંતિમ દિવસે રમી ગઇ અને મેચ ડ્રો કરી. આ પછી કોચ દ્રવિડે ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને 35 હજાર રૂપિયા આપ્યા હતા.

રાહુલ દ્રવિડ પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો છે પરંતુ ન્યૂઝીલેન્ડ સામે પૂરી થયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ તેમણે જે કાર્ય કર્યું હતું તેની ચોમેરથી ભરપૂર પ્રશંસા થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ માટે સ્પોર્ટિંગ પિચ તૈયાર કરનાર ગ્રીન પાર્ક સ્ટેડિયમના મુખ્ય ગ્રાઉન્ડમેન તથા તેના સહાયક સ્ટાફને દ્રવિડે 35 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને તેમનું સન્માન કર્યું હતું. પ્રથમ ટેસ્ટ પાંચ દિવસ સુધી રમાઇ હતી જેમાં ભારતીય બોલર્સે 19 તથા ન્યૂઝીલેન્ડના બોલર્સે 17 વિકેટ ઝડપી હતી. સ્પોર્ટિંગ પિચના કારણે પૂરી મેચમાં બેટ્સમેન તથા બોલર્સ બંનેની બોલબાલા રહી હતી.

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફની ટીમનું નેતૃત્વ શિવ કુમાર કરી રહ્યા હતા. દ્રવિડે સ્પોર્ટિંગ પિચ એટલે કે બંને બાજુ સંતુલિત પિચ બનાવવા માટે શિવને 35 હજાર રૂપિયા આપ્યા. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) એ પોતે મેચ બાદ આ માહિતી આપી હતી. આ પિચ પર ઝડપી બોલરોએ 16 વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્પિનરોએ 20 વિકેટ પણ ઝડપી હતી.

રાહુલ દ્રવિડ તેમના સમયમાં પણ એક નિષ્પક્ષ ખેલાડી તરીકે જાણીતા હતા. આટલા વર્ષો પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી. દ્રવિડે ગ્રાઉન્ડ સ્ટાફના વખાણ કર્યા કારણ કે હાલમાં ઘણી વિદેશી ટીમો પોતાના ફાયદા માટે પોતાની પિચો તૈયાર કરે છે અને ટેસ્ટ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જાય છે.

પાંચેય દિવસ પિચ એક સમાન રહી

કાનપુરની પિચ સારી હતી. એક સારી ટીમે વિશ્વના વિવિધ ભાગોમાં અલગ-અલગ પિચો પર રમવું પડે છે. ઓસ્ટ્રેલિયામાં બાઉન્સ, ઈંગ્લેન્ડમાં સ્વિંગ, ભારતમાં સ્પિન અને લો બાઉન્સનો પડકાર છે. કાનપુર ટેસ્ટમાં પિચ પાંચેય દિવસે સમાન રહી હતી અને બંને ટીમો પાસે જીતવાની તક હતી. વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ કહેવા માટે ટીમે દરેક સ્થિતિમાં સારું રમવું પડે છે.

Leave a Reply

Your email address will not be published.