જાણો, આર્યન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની કેમ ધરપકડ થઇ?

nation BOLLYWOOD

મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વિવાદાસ્પદ સાક્ષી કિરણ ગોસાવીની પોલીસે ધરપકડ કરી છે. પૂણે પોલીસે ગોસાવીની ધરપકડની પુષ્ટિ કરી છે. પૂણે પોલીસના મતે ગોસાવીની મોડી રાત્રે ધરપકડ કરાઇ છે.

કિરણ ગોસાવીની વિરૂદ્ધ પૂણેના ફરસખાના પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ 2018નો કેસ છે. તેમની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ રજૂ કરાઇ હતી. તે કેટલાંય દિવસ સુધી ભાગેડુ રહ્યો હતો. ગોસાવીને પકડવા માટે પૂણે પોલીસની બે ટીમ યુપી પણ ગઇ હતી.

પોલીસના મતે 2018માં કિરણ ગોસાવી અને શેરબાની કુરૈશીએ પૂણેના ચિન્મય દેશમુખ નામના યુવકને મલેશિયામાં નોકરી આપવામાં ફસાવ્યો હતો. આ ચક્કરમાં તેણે યુવક પાસેથી 3 લાખ રૂપિયા લઇ છેતરપિંડી કરી હતી. આ કેસમાં પૂણે પોલીસે શેરબાની કુરૈશીને મુંબઇથી પહેલેથી જ પકડી લેવાયો હતો અને હવે ગોસાવીની પણ ધરપકડ થઇ ચૂકી છે.

કિરણ ગોસાવી એ જ શખ્સ છે જે આર્યન ખાનની સાથે સેલ્ફી લઇ ચર્ચામાં આવ્યો હતો. ગોસાવી આર્યન કેસમાં એનસીબીનો સાક્ષી પણ છે.

ગોસાવીએ વીડિયો શેર કરી પ્રભાકર સેલ પર આરોપ લગાવ્યા
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સેલે આરો મૂકયા કે આર્યન ખાનને છોડાવા માટે ગોસાવીએ 25 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્રભાકર ગોસાવીનો બોડીગાર્ડ રહ્યો છે. હવે ગોસાવીએ એક વીડિયો શેર કરીને પ્રભાકર પર આરોપ લગાવ્યા છે. આ વીડિયો ગોસાવીએ પોતાની ધરપકડથી પહેલાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં ગોસાવી કહી રહ્યો છે કે પ્રભાકરને છેલ્લાં 5 દિવસમાં કેટલી ઓફર આવી છે એ તેના મોબાઇલ રેકોર્ડ પરથી ખબર પડી જશે. તેણે મીડિયાને અપીલ કરતા કહ્યું કે પ્રભાકર અને તેના બંને ભાઇઓની કોલ ડિટેલ અને મોબાઇલ ચેટ નીકાળો, મારી પણ ચેટ નીકાળો અને જુઓ કે મેં કંઇ વાત કરી છે કે નહીં? ગોસાવીએ કહ્યું કે મારો એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ છે. ગોસાવીએ આ વીડિયો મરાઠીમાં શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.