જન્મતા વેત જ ભાગ્યોદય લઈને આવે છે આવી કન્યા, જેની સાથે પરણી થયો તેનો બેડોપાર

DHARMIK

હાથની રેખાઓ, નિશાનીઓ અને શરીરની બનાવટથી વ્યક્તિના સ્વભાવ વિશે જાણવાની વાત કઈં નવી નથી. આમછતાં આ શાસ્ત્ર પર દિવસેને દિવસે વધું પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. આ શાસ્ત્રમાં લોકોની રુચિ વધી છે. એટલું જ નહિં દરેક વ્યક્તિઓ વિશે અખતરા કરવા કરતાં તેના વિશે પહેલેથી જ આ રીતે સરળ માહિતી ઉપલબ્ધ બનતી હોય તો તે મેળવવામાં ખોટું શું છે તે પણ એક મુખ્ય મુદ્દો બની રહ્યું છે.

દિવસેને દિવસે ઝડપથી વિકસતા આ શાસ્ત્રજ્ઞાન પર આવો આજે પ્રકાશ પાડીએ કે કેવી કન્યા હોય તે જે નિવડે છે ભાગ્યશાળી. જેના થકી ઘરમાં રહે છે લક્ષ્મીનો વાસ. જો તમે તમારા પરિવાર કે નિકટનું કોઈ વિવાહ યોગ્ય વય ધરાવતું હોઈ તો ખાસ વાંચો આ સ્ટોરી, જેનાથી એ જાણકારી મળે છે કે તે વ્યક્તિ ભાગ્યશાળી નિવડશે કે નહિં.

સીધું અને ઉન્નત નાક
સમુદ્રશાસ્ત્રમાં સીધુ અને ઉન્નત નાક શુભ માનવામાં આવ્યું છે. સાથે જ જે કન્યાના હોઠનો રંગ લાલ હોય તે બહું જ ભાગ્યશાળી હોય છે.

નાની ડોક
જે કન્યાની ગર્દન નાની અને જીભ મોટી હોય તે કન્યા સુખ અને સૌભાગ્યથી પરિપૂર્ણ હોય છે. એવી કન્યા પોતાના પતિનો બહું જ ખ્યાલ રાખતી હોય છે.

આગળથી ઉન્નત મસ્તક
જે કન્યાનું મસ્તક ઉન્નત હોય તે ખુબજ ભાગ્યશાળી હોય છે જ્યાં પણ રહે કરી દે બેડો પાર માતા લક્ષીમીજીની અપાર કૃપા હોય તેમના પર.

આવા પગના તળીયા વાળી કન્યા
જે કન્યાના પગના તળીયા શુષ્ક ન હોય અને તૈલી તેમજ સમતલ હોય તે શુભ માનવામાં આવે છે. જો કન્યાના પગની એડી ફાટેલી હોય તો તે પણ ધનના મામલામાં શુભ માનવામાં આવતું નથી.

મોટાં અને ફૂલેલા કાન
જે કન્યાના કાન મોટાં અને ફૂલેલા હોય તે છોકરી ખુબજ ભાગ્યશાળી હોય છે. ધનના મામલામાં આવી છોકરીઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે.

આવો અવાજ ધરાવતી
જે કન્યા બોલે ત્યારે તેનો અવાજ મીઠો લાગતો હોય અને કર્કશ ન હોય તે કન્યા હોય છે ખુબજ ગુણવાન. સુંદરતાની સાથે સાથે તેનામા હોય છે ગુણોનો ભંડાર.

Leave a Reply

Your email address will not be published.