જામનગર શહેરમાં પારિવારિક સંબંધોને શરમજનક સ્થિતિમાં મુકી હોય તેવી ઘટના સામે આવી છે. જામનગરમાં એક પુત્રવધુએ પોતાનાં જ સસરા પર સંબંધોને શર્મસાર કરતા આરોપો લગાવ્યા છે. જામનગરમાં પુત્રવધુએ તેના સસરા પર દુષ્કર્મના આરોપો લગાવીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
શહેરનાં ખુબ જ સંપત્તિવાન ગણાતા વિસ્તાર કેતન સોસાયટીમાં રહેતા એક પરિવારની પુત્રવધુએ પોતાનાં જ સસરા પર ત્રણથી ચાર વખત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો સમગ્ર મામલો સામે આવતા ચકચાર મચી છે.
ગત્તવર્ષે અમદાવાદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ પોતે જ સસરા સામે છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. ઇચ્છા પુરી કરવાનું કહીને સસરાએ છેડતી કરી હતી.
80 વર્ષીય સસરા રામભાઇ ચૌહાણ સામે ફરિયાદ દાખલ કરાવી છે. સૈજપુર બોઘામાં રહેતા સસરા સામે પુત્રવધુએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટનાથી ચકચાર મચી છે. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધુ પર નજર બગાડીને વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.
હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આ પ્રકારની ઘટના સમાજની માનસિકતા દર્શાવે છે. સસરા વહુ માટે પિતા સમાન સમજવામાં આવે છે.
પરંતુ આ પિતા સમાન હવસખોર સસરો પોતાના જ પુત્રની પત્ની પર ન માત્ર નજર બગાડે પરંતુ તેના પર ત્રણ ત્રણ વાર બળાત્કાર કરે તેવી ઘટનાથી ચકચાર મચી ગઇ છે.