કપિલ શર્મા શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. તાજેતરના અહેવાલો અનુસાર આ શો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. તમે આ સાંભળીને ચોંકી જશો કે આનું કારણ બીજું કોઈ નહીં પણ કપિલ શર્મા પોતે છે.
ટૂંક સમયમાં ધ કપિલ શર્મા શો થશે બંધ?
કપિલ શર્માએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફેન્સ સાથે કેનેડા પ્રવાસની માહિતી શેર કરવામાં આવી હતી. આ પોસ્ટને શેર કરતા કપિલે લખ્યું- ‘હું વર્ષ 2022માં મારા યુએસ-કેનેડા ટૂર વિશે જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છું, જલ્દી જ મળીશું.’
કપિલે સત્તાવાર રીતે આવા કોઈ સમાચારની પુષ્ટિ કરી નથી
આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર કપિલનો શો ટૂંક સમયમાં સમાપ્ત થવાના સમાચાર વાયરલ થવા લાગ્યા છે. જો કે કપિલે સત્તાવાર રીતે આવા કોઈ સમાચારની પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટૂંક સમયમાં આ શો ઓફ એર થવા જઈ રહ્યો છે. કપિલ શર્મા શોના મેકર્સ શોનું પ્રસારણ બંધ કરવાના છે. બીજી તરફ કોમેડિયન તેના કોમેડી શોમાંથી થોડો વિરામ લેશે અને તેની અન્ય વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી ટૂંક સમયમાં પરત ફરશે.
કપિલ શર્માએ યુએસએ અને કેનેડા પ્રવાસની જાહેરાત કરી
તાજેતરમાં કપિલ શર્માએ યુએસએ અને કેનેડા પ્રવાસની જાહેરાત કરી છે જે જૂનમાં શરૂ થશે અને જુલાઈની શરૂઆત સુધી ચાલશે. તેથી ટીમ તેમાં વ્યસ્ત રહેશે. આ સિવાય તેની પાસે અન્ય કેટલાક કામની પ્રતિબદ્ધતાઓ પણ છે અને આ બધું હાથમાં લઈને તેણે શોમાંથી થોડો બ્રેક લેવાનું અને થોડા મહિના પછી નવી સીઝન સાથે પરત ફરવાનું વિચાર્યું છે.