જૈન મહારાજ સાહેબનું ફેસબૂક પર ફેક ID બનાવીને અશ્લીલ ફોટો અપલોડ કરાયા

GUJARAT

પાલિતણા હિંમત વિહાર ધર્મશાળાનો વહીવટ હસ્તગત કરવા બે જૈન સાધુઓએ કારસો રચી એક પ્રતિભાશાળી આચાર્યની ફેક આઈડી બનાવી અશ્લીલ ફેટા અપલોડ કરી બદનામ કરવાનો કારસો રચતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ સમગ્ર ધૃણાસ્પદ ઘટનાને લઈ મગરવાડા ગાદીપતિ વિજય સોમજી મ.સ. કુલ ત્રણ સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

ભાઈ મહારાજના નામથી જાણીતા પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ભાઈ મહારાજ સાહેબના નામનું બે સાથી મ.સા. દ્વારા ફેસબુક ઉપર ફેક આઈ.ડી. બનાવી અશ્લીલ ફેટો અપલોડ કરી બદનામ કરવાનો હીન પ્રયાસ કરાયો હતો. જેની જાણ થતાં ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લઈ મગરવાડા મંદિરના ગાદીપતિ વિજયસોમજી મ.સા. દ્વારા બે સાધુઓ તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી. જેને લઈ છાપી પોલીસે તાત્કાલિક સમગ્ર બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ફેક આઈડી બનાવનાર સાધ્વી નિધિપૂર્ણાશ્રીજી, પ્રીતેશ વિમલજી આચાર્ય (બન્ને રહે. પાર્શ્વનાથ ધર્મશાળા પાલિતણા)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસ પૂછપરછમાં સત્ય હકીકત બહાર આવશે.

અકસ્માત કરી મારી નાંખવાનું ષડયંત્ર

ફેક આઈડી ઉપર અશ્લીલ ફેટા અપલોડ કરવા સાથે એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિહાર દરમિયાન ભાઈ મહારાજ સાહેબને અકસ્માત કરી જાનથી મારી નાખવાની કથિત સંવાદ થતો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે. જેનો પણ પર્દાફશ થયો હોવાનું જાણવા મળે છે.મ.સા.ને ગાદી ઉપરથી હટાવવા કૃત્ય આચર્યું .પાલિતણા સ્થિત હિંમત વિહાર ધર્મશાળાની ગાદી ઉપરથી ભાઈ મહારાજ સાહેબને હટાવવા અને ગાદી ઉપર કબજો કરવાના આશયથી બંને મ.સા. દ્વારા હીન પ્રયાસ કરાયો હોવાનું મગરવાડા ગાદીપતિ વિજયસોમજી મ.સા. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *