દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની દીકરી એટલે કે અભિનેત્રી જ્હાન્વી કપૂરનું ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. જ્હાન્વીએ બહુ ઓછા સમયમાં હિન્દી સિનેમા જગતમાં એક નવી ઓળખ બનાવી છે. ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર જ્હાનવી કપૂરની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે.
જાહ્નવીનો વીડિયો વાઈરલ
View this post on Instagram
અભિનયની સાથે જ્હાન્વી સોશિયલ પ્લેટફોર્મ પર પણ ઘણી એક્ટિવ છે. જ્હાન્વી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેના અંગત જીવન સાથે જોડાયેલી પોસ્ટ ફેન્સમાં શેર કરતી રહે છે. પરંતુ આ દરમિયાન જ્હાન્વીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જાહ્નવીની ઉફ્ફ મોમેન્ટ કેદ કરવામાં આવી છે.
જાહ્નવી બની ઉફ્ફ મોમેન્ટનો શિકાર
જ્હાન્વી કપૂર હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સથી ચાહકોનું દિલ જીતે છે. પરંતુ આ વખતે તેની ડ્રેસિંગ સ્ટાઇલે ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા છે. હાલમાં જ જ્હાન્વી કપૂર મુંબઈમાં જોવા મળી હતી. આ સમય દરમિયાનનો તેનો વીડિયો બોલિવૂડના પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભિયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
ફેન્સ વીડિયો જોઈ ભડક્યા
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્હાન્વીને આવતી જોઈને પાપારાઝી તેને પોઝ આપવા કહે છે. પરંતુ જ્હાન્વી ખૂબ જ ઉતાવળમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે બ્લેક કલરનો ખૂબ જ નાનો ડ્રેસ પહેર્યો છે. જેવી જ્હાન્વી કારમાં બેસે છે, તેનો ડ્રેસ ઉંચો થઇ જાય છે. અને અભિનેત્રીની ઉફ્ફ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી . જ્યાં આ વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ સપોર્ટ કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા ફેન્સ જાહ્નવી પર ગુસ્સે જોવા મળી રહ્યા છે.