IPL સ્થગિત થતા જ ઘરે પરત ફર્યો વિરાટ કોહલી, હવે અનુષ્કા સાથે મળી કરશે દેશની મદદ

GUJARAT

આઈપીએલ 2021ની 14 મી સીઝન મંગળવારે અચોક્કસ મુદત માટે મુલતવી રાખવામાં આવી છે. અનિશ્ચિત સમય માટે કોવિડ -19 માટે સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન વૃદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર ​​અમિત મિશ્રા પોઝિટિવ આવતા આઈપીએલ મુલતવી રાખવામાં આવી હતી.

આઈપીએલ મુલતવી રાખ્યા બાદ ખેલાડીઓ હવે પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ મુંબઇ પાછો ફર્યો છે. તમામ ટીમોએ આઈપીએલ મુલતવી રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. જો કે, બીસીસીઆઈ દ્વારા મુસાફરી પ્રતિબંધોને કારણે વિદેશી ખેલાડીઓ સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવાની બીસીસીઆઈની કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે.

લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આઈપીએલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈની બેઠકમાં, આઈપીએલ 2021ને તાત્કાલિક અસરથી મુલતવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈ કોઈપણ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સ્પર્ધકોની સલામતી પર સમાધાન કરવા માંગતું નથી. આ નિર્ણય તમામ સંબંધિતની સલામતી, આરોગ્ય માટે છે .

IPLની બાકી રહેલી સીઝન હવે રમાશે કે કેમ તેના પર હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી. હવે ખેલાડીઓ પોતપોતાના ઘરે પાછા આવ્યા છેત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે મળીને દેશની આ સંકટની ઘડીમાં મદદ કરશે.

અભિનેત્રીએ 1મેના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો નથી. અનુષ્કાના પ્રશંસકો સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અનુષ્કાએ આ કસોટીના કાળમાં એકબીજાને મદદરૂપ થવાની વાત કરી છે. વિરાટ કોહલી અને અનુષ્કા સાથે મળી દેશ માટે કામ કરશે.

Leave a Reply

Your email address will not be published.