દીકરી સુહાનાના બોયફ્રેન્ડ માટે શાહરૂખ ખાને મૂકી 7 શરતો, જેની સાથે દરેક પિતા થશે રિલેટ

BOLLYWOOD

એ વાતમાં કોઈ બે મત નથી કે, દીકરો જો માને વધારે વ્હાલો હોય છે, તો દીકરી પિતાને. એક પિતા માટે તેની દીકરીની ખુશીઓથી વધારે મહત્વનું સંસારમાં બીજું કંઈ નથી હોતું. એ જ કારણ છે કે, જ્યારે પણ દીકરીના ઉજ્જવળ ભવિષ્યની વાત આવે ત્યારે દરેક પિતા એક જેવું જ વિચારતા જોવા મળે છે. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન પણ તેમાંથી એક છે, જે પોતાની ફેમિલીને લઈને ઘણા કેરિંગ હોવા ઉપરાંત પોતાની દીકરી સુહાના માટે ઓવર પ્રોટેક્ટિવ પણ છે. એવું હોય પણ કેમ નહીં? ઉંમરના દરેક પડાવ પર શાહરૂખ ખાન એક સારો પિતા બનવા માટે ખાસ ભૂમિકા નિભાવી રહ્યો છે. તેની એક ઝલક ત્યારે જોવા મળી, જ્યારે તેને એક ઈન્ટર્વ્યુમાં પૂછાયું કે જો સુહાનાનો બોયફ્રેન્ડ હશે, તો તેમાં કઈ ખૂબીઓ હોવી જોઈએ?

શાહરૂખે મૂકી આ સાત શરતો

આ સવાલનો જવાબ આપતા શાહરુખ ખાને કહ્યું કે, ‘સુહાનાને ડેટ કરતા પહેલા મારી 7 સામાન્ય શરતો માનવી પડશે. મારી શરતો કંઈ આ પ્રકારે છે… 1- સારી નોકરી કરો. 2- માની લો કે હું તને પસંદ નથી કરતો. 3- હું દરેક જગ્યાએ છું. 4-તારો એક વકીલ પણ રાખ. 5-તે મારી રાજકુમારી છે… તું તેની આગળ જીતી નહીં શકે. 6-મને ફરી જેલ જવામાં કોઈ વાંધો નથી. 7- તું તેની સાથે જે પણ કરીશ, હું તારી સાથે તે જ કરીશ.’

જોકે, આ ઘટના પછી તરત એક ટીવી ચેનલને આપેલા ઈન્ટર્વ્યુમાં શાહરૂખ ખાને એમ પણ કહ્યું કે, ‘જો મારી દીકરી કોઈને પસંદ કરશે, તો હું કંઈ નહીં કરું. હું તેને સ્વીકારી લઈશ. હા, હું એ છોકરાને ચેતવણી ચોક્કસ આપીશ કે સુહાના તેના પિતાની પ્રિન્સેસ છે, જેનું દિલ તોડવા વિશે તું વિચારતો પણ નહીં.’ શાહરૂખ ખાન પોતાના બાળકો માટે બિન્દાસ પિતા તરીકે ઓળખાય છે, પરંતુ દીકરીને લઈને તેની એક્સ્ટ્રા કેર દર્શાવે છે કે દરેક પિતાની જેમ તેનો દ્રષ્ટિકોણ પણ એક જેવો છે.

દીકરીના બોયફ્રેન્ડથી આટલી સમસ્યા કેમ?

વાત ભલે કોઈ સેલિબ્રિટી પેરેન્ટ્સની હોય કે સામાન્ય માતા-પિતાની, દીકરીના બોયફ્રેન્ડ વિશે જાણવા મળે ત્યારે કોઈને પણ પસંદ નથી આવતું. જોકે, તેની પાછળનું જે કારણ સામે આવ્યું છે, તે એ છે કે, એવા સમયે પેરેન્ટ્સને સૌથી વધુ એ વાતની ચિંતા હોય છે કે, તેમની દીકરી જે વ્યક્તિની સાથે છે, તે કેટલો યોગ્ય છે? શું તે તેમની દીકરીને લાયક છે ખરો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *