રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટ જેવા વરિષ્ઠ પદ પર રહી ચૂકેલા પ્રકાશ શાહે એક જૈન મુનિ પાસેથી દીક્ષા લીધી છે અને હવે તેઓ સંન્યાસી બની ગયા છે. એટલે કે તેઓ સંત બની ગયા છે. પ્રકાશ શાહ ગયા વર્ષે જ રિલાયન્સના વાઇસ પ્રેસિડન્ટના પદ પરથી રિટાયર્ડ થયા હતા.
ગયા સપ્તાહે મુંબઇમાં શાહે પોતાની પત્ની નૈનાની સાથે જૈન ધર્મ અનુસાર દીક્ષા લીધી. પ્રકાશ શાહ રિલાયન્સમાં અંદાજે એક દાયકાથી મહત્વપૂર્ણ પદ પર જોડાયેલા રહ્યા. સ્વાભાવિક છે કે ખૂબ જ સારો પગાર હતો પરંતુ હવે તેમણે દુનિયાદારી સંપૂર્ણરીતે છોડીને એક સંત જીવન અપનાવી લીધું છે. હવે તેઓ સાદા કપડાં પહેરશે અને ભિક્ષામાં મળતા ભોજન પર જીવન પસાર કરશે.
IITમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ
પ્રકાશ શાહે અંદાજે 40 વર્ષ પહેલાં આઇઆઇટી બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું. રિલાયન્સના જામનગર પેટકોક ગેસફિકેશન પ્રોજેકટને ચાલુ કરવામાં તેમની અગત્યની ભૂમિકા હતી. તેમના પત્ની નૈના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે.
પોતાના રિટાયરમેન્ટ બાદ જ પ્રકાશે ઇચ્છા વ્યકત કરી હતી કે તેઓ દીક્ષા લેવા માંગે છે. પરંતુ કોરોના સંકટના લીધે તેમની આ યોજના એક વર્ષ માટે ટળી ગઇ. જૈન ધર્મમાં દીક્ષાનો મતલબ એ છે કે તેઓ આખી દુનિયાની માયાવી વસ્તુઓને ત્યાગી દેવી, ખુલ્લા પગે રહેવું અને ભિક્ષામાં મળતી ચીજો જ ખાવી-પીવી.
દીકરો પણ દીક્ષા લઇ ચૂકયો છે
શાહની પહેલાં તેમનો એક દીકરો પણ સાત વર્ષ પહેલાં જ દીક્ષા લઇ ચૂકયો છે જો કે આઇઆઇટી બોમ્બેથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. તેમનો એક દીકરો ગૃહસ્થી જીવનમાં છે અને તેમને એક સંતાન છે.