પ્રશ્ન : મારી દીદીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં છે. મારાં દીદી અને જીજાજી બંનેનો સ્વભાવ બહુ સારો છે પણ આમ છતાં લગ્ન પછી તેમની વચ્ચે ક્યારેક ઝઘડા થાય છે. તેમની હાલત જોઇને તો મને લગ્ન કરવાની જ બીક લાગે છે. હવે ઘરમાં મારા લગ્નની ચર્ચા થઇ રહી છે ત્યારે મને તો એમ થાય છે કે લગ્નથી બચવા માટે ઘર છોડીને જતી રહું. મારે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ)
ઉત્તર : સૌથી પહેલાં તો તમારાં મનમાં લગ્ન વિશે જે કંઇ પણ ધારણા છે એને તટસ્થ રીતે મૂલવવી જોઇએ. કોઇ એક વ્યક્તિ કે પરિસ્થિતિને જોઇને લગ્ન વ્યવસ્થા વિશે કોઇ ખોટી ધારણા બાંધવામાં આવે એ યોગ્ય નથી. હકીકતમાં લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો અગત્યનો નિર્ણય ગણાય છે અને કદાચ આ જ કારણસર વ્યક્તિ પ્રેમ કરતાં પહેલાં વિચારે કે ન વિચારે, પણ લગ્ન બંધનમાં બંધાતાં પહેલાં જરૂર વિચારે છે.
હકીકતમાં જ્યારે આપણે યુગલો વચ્ચે ઝઘડા જોઈએ ત્યારે લાગે છે કે તેમની વચ્ચે કશું પણ બરાબર નથી. હકીકતમાં બે અજાણી વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક ઝઘડાનાં માધ્યમથી લાગણી વ્યક્ત કરતી હોય છે અને સંબંધમાં લાગણી વ્યક્ત કરવી જરૂરી છે. આમ, ક્યારેક થતા ઝઘડાનો અર્થ એવો ન કાઢી શકાય કે તેમની વચ્ચે પ્રેમ નથી કે તેઓ પોતાનાં લગ્નજીવનમાં સુખી નથી.
એક સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે અને બંનેની ખુશી મહત્ત્વની હોય છે. આમ, સૌથી પહેલાં તો તમે તમારી દીદી અથવા તો કોઇ સમજદાર મિત્ર કે પછી વડીલ પાસેથી લગ્નજીવન શું છે એ સમજવાનો પ્રયાસ કરો અને પછી જ કોઇ નિર્ણય પર પહોંચો.
સવાલ: હું 26 વર્ષનો યુવક છું અને મારા ફાધરના બિઝનેશમાં હું એમને હેલ્પ કરું છું, હમણાં હું એક કામથી વિદેશ ગયો અને ત્યાં 10 દિવસ રોકાયો હતો.અને એક વિદેશી રશિયન કોલગર્લ જોડે 2 રાત રોકાયો હતો, ત્યારે મને ખુબજ મજા આવી અને હું પરત ઇન્ડિયા આવ્યો ત્યારે 10 દિવસ પછી મને પેનીસ ઉપર રેસીસ થઇ ગયા,શું આ એ કોલગર્લ જોડે સમાગમ કર્યું હતું,તો શું મને કોઈ રોગ થયો હશે ??? હું શું કરું જેથી મને આ ઠીક થઇ જાય
એક યુવક { વડોદરા}
જવાબ: જો તમેં પેહલા જ લખ્યું નથી કે તમે સમાગમ કોન્ડોમ યુઝ કર્યો કે નહિ,બીજું જો તમે કોન્ડોમનો યુસ કર્યો હોઈ તો કદાચ આ એની એલર્જીના લીધે પણ થયું હોઈ છે,અને કદાચ તમે કોન્ડોમ યુઝ ના કર્યો હોઈ, તો ચોક્કસ આ કોઈ રોગની શક્યતા પણ હોઈ શકે,પણ તમે નજીકના તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લઈને આગળ વધી શકો છો