હું રોજ હસ્તમૈથુન કરું છું તો શું મને એના લીધે દાઢી નહિ આવતી હોઈ ?? મારા ફ્રેન્ડ પણ મને ચીડવે છે હવે તો

GUJARAT

પ્રશ્ન : મારે એક દીકરી છે અને એ ત્રણ વર્ષની થઇ. હવે તો બીજું સંતાન હોય તો વાંધો નહીં કેમ કે અત્યારે જો સંતાન થાય તો તેમની પાછળ પૂરતું ધ્યાન આપીને તેમનો ઉછેર કરી શકાય. મારી પત્ની કહે છે કે એને ડિલિવરીનો ડર લાગે છે, કેમ કે એને પ્રથમ ડિલિવરી દરમિયાન તકલીફ પડી હતી. એ જરૂરી તો નથી કે પહેલી ડિલિવરી વખતે એને તકલીફ પડી, તો બીજી વાર પણ પડે? અમારે શું કરવું? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : તમારે એક દીકરી છે અને ત્રણ વર્ષનો સમયગાળો બે સંતાનો વચ્ચે હોય એ પૂરતો છે. તમારાં પત્નીને પ્રથમ ડિલિવરીમાં કોઇ પ્રકારની વધારે તકલીફ થઇ હોય તો એ કારણસર તેમને ડિલિવરીનો ડર લાગતો હોય એવું બનવાજોગ છે. જોકે તમે તમારાં પત્નીને શાંતિથી સમજાવો. છતાં જો એ બીજી વાર ગર્ભધારણ માટે તૈયાર ન થાય અને તમારી ઇચ્છા હોય જ કે બીજું સંતાન લાવવું છે, તો તેમને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જઇને સમજાવવાનો અને તેમનાં મનમાં જે ડર હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરો. અન્યથા તમારે એક દીકરી તો છે જ. આ સિવાય આર્થિક સ્થિરતા કોઈપણ પરિવાર માટે અગત્યની છે. દરેકને ખબર હોય જ છે કે બાળકના જન્મ પછી તમારો વાર્ષિક ખર્ચો વધી જવાનો છે. એટલે બાળકના ઉછેર માટે બચત હોવી જરૂરી છે. બાળકના જન્મ પછી પણ મોટાભાગના પેરેન્ટ્સ જોબ ચાલુ રાખવા માગે છે એટલે એકવાર બાળકની નર્સરી અને તેને ચાઈલ્ડ કેરમાં મૂકવા પાછળ થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવો જોઇએ.

પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું. મને પ્રાથમિક સ્તરનું સ્તન કેન્સર છે. શું આની સારવારને લેવાથી હું ભવિષ્યમાં માતા નહીં બની શકું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : કેન્સરની સારવાર માટેની શસ્ત્રક્રિયા અથવા ઉપચારના કારણે મહિલાની ગર્ભધારણની ક્ષમતા પર અસર થતી હોય છે. આ સંજોગોમાં કેન્સરની યુવાન મહિલા દર્દી જો ભવિષ્યમાં માતા બનવા ઇચ્છતી હોય તો તેના માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન ખૂબ જરૂરી બની ગયું છે. બ્રેસ્ટ કેન્સર અથવા તો ઓવરીનાં કેન્સરની સારવાર દરમિયાન પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચવાનું જોખમ દર્દીની ઉંમર, કેન્સરનો પ્રકાર અને તબક્કો તેમ જ સારવારની પદ્ધતિ પર આધારિત છે. બ્રેસ્ટ કેન્સરમાં માત્ર શસ્ત્રક્રિયા કરાવવાની હોય તો પ્રજનન ક્ષમતાને અસર થતી નથી, પરંતુ સર્જરીની સાથે કીમો થેરપીમાંથી પસાર થવાનું હોય તો ફર્ટિલિટીને અસર થવાનું જોખમ રહે છે. સ્તન કેન્સરની સારવાર માટે કરવામાં આવતી હોર્મોનની સારવાર પ્રજનનક્ષમતાને અસર કરી શકે છે. મહિલાઓમાં કેન્સરની સારવારની આ સૌથી નકારાત્મક અસર છે. જો કેન્સરની સારવાર ત્રણ અઠવાડિયાં સુધી ટાળી શકાય એમ હોય તો ફર્ટિલિટી પ્રિઝર્વેશન કરાવવું સલાહભર્યું છે. મહિલાઓમાં ઓવા અને પુરુષોમાં સ્પર્મ પ્રિઝર્વ કરવામાં આવે છે. કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ બે-ત્રણ વર્ષે ફેમિલી પ્લાન કરવાની ઇચ્છા થાય ત્યારે ફ્રોઝન કરીને સાચવી રાખેલા અંડબીજ અથવા એમ્બ્રિયો મહિલાના જીવનમાં આશાનું કિરણ બનીને આવે છે એથી આ પદ્ધતિ લોકપ્રિય બનતી જાય છે. જોકે જિનેટિક કારણસર નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ હોય અથવા થયું હોય એવી યુવતીઓને માતા ન બને એ ઇચ્છનીય છે કારણ કે યંગ એજનું કેન્સર અગ્રેસિવ હોય છે અને માતા બનવું એ 20 વર્ષનો પ્રોજેક્ટ છે. સંતાનને જન્મ આપવાથી વંધ્યત્વ દૂર થાય છે, પણ જવાબદારીઓ પૂર્ણ થતી નથી.

પ્રશ્ન : હું છેલ્લા ત્રણ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. અમે ભવિષ્યમાં લગ્ન કરવાનાં છીએ. અમે એકબીજાની સંમતિથી ઘણી વાર સંબંધ પણ બાંધ્યો છે. છેલ્લા થોડાક સમયથી તે કોઇ સાવચેતી રાખતો નથી અને હું ના કહું કે આનાકાની કરું તો તે વિશ્વાસની વાત કરે છે. મને તેના પર વિશ્વાસ છે જ, પણ સુરક્ષાની બાબતે મારે તેને કઈ રીતે સમજાવવો? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમારી ભૂલ એ છે કે તમે લગ્ન પહેલાં જ સીમાઓ ઓળંગી છે. જો તમારું ખરેખર લગ્ન કરવાનું પ્લાનિંગ હોય તો વહેલી તકે એ દિશામાં નક્કર નિર્ણય લઇ લો. હવે વાત કરીએ ઐક્ય માણવા દરમિયાન સુરક્ષાની તો તમારી ચિંતા સ્વાભાવિક છે. તમારા પ્રેમીને સમજાવો કે વાત સુરક્ષાની છે અને તે ન જાળવવાથી ગર્ભ રહેવાની પણ શક્યતાઓ રહે છે. માટે તેમને પ્રેમથી સમજાવો અને ન માને તો તમારા નિર્ણય પર મક્કમ રહો કારણ કે ભવિષ્યમાં તમે જ મુશ્કેલીમાં મુકાઇ જાઓ એવું બની શકે. આ સિવાય કોન્ડોમ જેવા પ્રોટેક્શનનો ઉપયોગ જાતીય રોગો સામે રક્ષણ આપે છે. લેટેક્સનાં કોન્ડોમ તમને જાતીય જીવન દરમિયાન એચઆઈવી, હર્પિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ આપે છે. રિબ્ડ અને સ્ટડેડ સહિતના વિવિધ પ્રકારના ટેક્સચર્ડ કોન્ડોમ્સ જાતીય અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવે છે. તમે આ બધી દલીલો તમારા પ્રેમી સાથે કરીને તેને પ્રોટેક્શનનો ઉપયોગ કરવા માટે સમજાવી શકો છો.

પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. દિવસમાં એકથી વધુ વખત માસ્ટરબેશન કરવાથી તંદુરસ્તી પર અસર પડી શકે? મેં આ અંગે મારા મિત્રો સાથે વાતચીત અને ઇન્ટરનેટ પર પણ રિસર્ચ કર્યું હતું, પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં. મને પૂરતી દાઢી ન આવવી તે પણ તેનું જ એક લક્ષણ હોઈ શકે? એક યુવક (રાજકોટ)

ઉત્તર : દરેક પ્રશ્નોના જવાબ તમારા મિત્રો અને ઇન્ટરનેટ પર મળી રહે તે જરૂરી નથી. તમારો પ્રશ્ન એવો છે કે જેના માટે યોગ્ય વ્યક્તિ એક ડોક્ટર કે સેક્સોલોજિસ્ટ હોઈ શકે. કોઈ પણ ખચકાટ રાખ્યા વિના તમે કોઈ ડોક્ટર કે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. આ ઉંમરે માસ્ટરબેશનની આદત પડે તે સ્વાભાવિક છે, પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ સ્ત્રોત પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો. રહી વાત પૂરતી દાઢી ન આવવાની, તો તેમાં પણ હોર્મોન્સની વધ-ઘટ જવાબદાર હોય છે, જેનું યોગ્ય નિદાન અને ઉપચાર કોઈ સેક્સોલોજિસ્ટ જ કરી શકે. માટે વહેલી તકે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. હકીકતમાં જ્યારે છોકરો 13-14 વર્ષનો થાય ત્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન બનવા લાગે છે. જેનાથી જાતીય લક્ષણોનો વિકાસ થવા લાગે છે. આના કારણે શરીરમાં વીર્ય બનવા લાગે છે, દાઢી અને મૂછ આવવાની પણ શરૂઆત થાય છે. જો તમારી ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્થાન આવતું હોય, હસ્તમૈથુન કરી શકતા હોવ, વીર્યસ્ત્રાવ થતો હોય તો ચિંતાની બિલકુલ જરૂર નથી. આ કારણે દાઢી ન આવવી કે છાતીના ભાગે વાળ ન હોવા એ નપુંસકતાની નિશાની નથી, આથી ચિંતા કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *