હું પરણિત છું,મારી જૂની gf મને ફોન કરીને વારંવારને મળવા બોલાવતી હોઈ છે,તેના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે ??

nation

પ્રશ્ન : મારી પત્નીની વય 65 વર્ષ છે. તેને હાલમાં હાર્ટ એટેક આવ્યો હતો પણ એ અત્યંત માઇલ્ડ હોવાનાં કારણે બહુ તકલીફ ન પડી. જોકે હવે ભવિષ્યમાં આવી કોઇ કટોકટી સર્જાય તો શું ધ્યાન રાખવું જોઇએ? એક પુરુષ (વડોદરા)

ઉત્તર : હાર્ટ એટેક એક એવી બીમારી છે જે ગમે તે વ્યક્તિને ભોગ બનાવી શકે છે. જો યોગ્ય સમય પર દર્દીને મેડિકલ સુવિધા ન આપવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે.જો હાર્ટ એટેક આવે ત્યારે કેટલીક સાવધાની અને સ્ટેપ ફેલો કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સૌ પહેલાં એમ્બ્યુલન્સને કોલ કરો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી પેશન્ટને સીધા કરીને સુવાડો.

તેના કપડાંને લૂઝ કરો જેથી દર્દીને બેચેની ઓછી થાય. દર્દીને લાંબા શ્વાસ લેવા માટે કહો અને આસપાસ ભીડ ન કરો. રોગીના પગ ઊપરની તરફ ઉઠાવો જેથી લોહીનો પ્રવાહ હાર્ટ તરફ રહે. જો શ્વાસ અથવા પલ્સ ન આવતી હોય તો તરત સી.પી.આર. આપો. આ માટે તમારા ડાબા હાથને સીધો રાખો અને જમણો હાથ તેની ઊપર રાખો. આંગળીઓ લોક કરી દો.

બાદમાં તમારા હાથને દર્દીની છાતીની મધ્યમાં લાવો અને છાતીને દબાવો. છાતીને દબાવતી વખતે દર 25-30 કોમ્પ્રેશન બાદ દર્દીને મોઢા થાકી ઓક્સિજન આપો. મોઢા થાકી ઓક્સિજન આપતી વખતે વ્યક્તિનું નાક બંધ કરો. આ સમયે દર્દીને કંઇ ખાવાનું કે પીવાનું ન આપો. હાર્ટ એટેક આવે ત્યારે ઘણી વખત ઊલટી થશે એવું લાગે છે. જો દર્દીને આવું થતું હોય તો એને ઊલટી કરવાનું કહો. દર્દીને લઈ જવા માટે તેને ચલાવવાની ભૂલ ન કરો અને ઊંચકીને લઇ જાઓ. આ સિવાય દર્દીનો પલ્સ રેટ જો ખૂબ ઓછો હોય તો છાતીમાં દબાણ બનાવવાથી રાહત મળે છે. પણ જો તેને કરવાની રીત ખોટી હોય તો દર્દીની તકલીફ્ વધી શકે છે.

પ્રશ્ન : હું એક પરિણીત પુરુષ છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે અને હું મારા લગ્નજીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. જોકે છેલ્લા કેટલાક સમયથી હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. લગ્ન પહેલાં એક યુવતી સાથે મારો પ્રેમસંબંધ હતો પણ પછી મતભેદના પગલે અમારા સંબંધોનો અંત આવ્યો હતો.

હવે મારી એક્સ ગર્લફ્રેન્ડ મને વારંવાર ફોન કરીને પરેશાન કરે છે. મેં તેને ઘણી વખત સમજાવી હતી કે હવે હું પરિણીત છું અને મારા લગ્નથી બહુ ખુશ પણ છું, પણ આમ છતાં તે મને વારંવાર ફોન કરે છે. મને ડર લાગે છે કે તેના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે પણ હવે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ તમારા હાથમાં જ છે. સૌથી પહેલાં તો તમે ખોટી લાગણીમાં અટવાવાને બદલે તમારી એક્સ ગર્લફ્રેન્ડને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લો કે તમે જ્યારે પરિણીત છો ત્યારે તે તમારી સાથે કેમ સંબંધ વધારવા ઇચ્છે છે. તમે એને સમજાવો કે તમારી સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવાથી તેને કંઇ નહીં મળે.

તેનો ઇરાદો તમારી સાથે સંબંધ વધારીને તમને બ્લેકમેલ કરવાનો તો નથી ને? આ વાતને ચેક કરી લો. જો તમારા અને તમારાં પત્ની વચ્ચે સારું બોન્ડિંગ હોય અને બંને વચ્ચે પૂર્ણ વિશ્વાસ હોય તો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં તમારાં પત્નીની પણ મદદ લઇ શકો છો. તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇને તેની સાથે તમારી સમસ્યા શેર કરો.

જો તમારી પત્નીને તમારી પર વિશ્વાસ હશે તો એ સમજી શકશે કે લગ્ન પહેલાં કોઇ પ્રેમસંબંધ હોય એ અત્યારના સમયમાં સ્વાભાવિક છે. જો તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇ લેશો તો પછી તમારે ભૂતપૂર્વ પ્રેમિકાથી ડરવાની કોઇ જ જરૂર નહીં પડે કારણ કે તમારી એક્સ ગર્લફ્રેન્ડ તમને બ્લેકમેલ નહીં કરી શકે. જોકે કોઇ પણ નિર્ણય સમજી વિચારીને જ લેજો કારણ કે જો તમારી પત્નીને તમારી વાત પર વિશ્વાસ નહીં થાય તો તમારા શાંત જીવનમાં વિવાદનાં વમળ સર્જાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.