હું પ્રેગ્નન્ટ હતી પણ ટેબ્લેટ લીધી અને પછી મને માસિક બંધ જ નથી થતું હું શું કરું

GUJARAT

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારા બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. અમારું માતા-પિતા બનવાનું હમણાં કોઇ જ પ્લાનિંગ નથી. મને અને મારા પતિને કોઇ પ્રોટેક્શન વાપરવાનું પસંદ નથી અને હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. મને મારી બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય? એક યુવતી (સુરત)

ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવું શરૂ થઇ જાય. તમારા કેસમાં આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું.

હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે, ફ્રીડમ ફીલ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે. આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે.

આ ઉપરાંત માઇફેપ્રિસ્ટોન નામની એન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે. જો તમે હમણાં બાળક ન ઇચ્છતા હો તો નિયમિત રીતે ઇમરજન્સી પિલ્સ લેવાને બદલે બીજા સલામત ગર્ભનિરોધક વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરી શકો છો.

પ્રશ્ન : મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષની છે, તે બે મહિના પહેલા પ્રેગ્નન્ટ હતી. પરંતુ પ્રેગ્નન્સી ન રહે તે માટે તેણે ટેબલેટ લીધી હતી, તેથી ત્યાર બાદ તેને માસિક સ્ત્રાવ ચાલુ થઇ ગયો હતો. પરંતુ છેલ્લા ૨ મહિનાથી તેને માસિક બંધ નથી થતું, તો માસિક બંધ થાય તેનો ઉપાય જણાવો ?

જવાબ : ભાઇ પહેલાં તો તમારે સમજવું જોઇએ કે તમારી પત્નીની ઉંમર ઘણી નાની છે, તો તમે બંનેએ કોઇ પ્રકારના પ્રિકોપ્શન રાખ્યા વિના સેક્સ કર્યું તે તમારી ભૂલ છે. ત્યાર બાદ જ્યારે તમે જાણો છો કે તે પ્રેગ્નન્ટ છે, તેમ છતાં તમે માસિક ચાલુ થાય તે માટેની દવા લેવા દો છો, આ સૌથી મોટી ભૂલ છે. તેના કારણે તમારી પત્નીને માસિક તો શરૂ થઇ ગયું પરંતુ તેના સ્વાસ્થ્યનું શું ? તમે બહુ મોટી નાદાની કરી છે, પણ હવે બને તેટલી ઝડપથી તમારી પત્નીને ગાયનોકોલોજિસ્ટ પાસે લઇ જાઓ અને ડોક્ટરને વિગતે બધી વાત કરો, તથા યોગ્ય સારવાર કરાવો.

Leave a Reply

Your email address will not be published.