હું પેહલા વર્જિનિટી ગુમાવી ચુકી છું અને હવે ફરીવાર ઓપરેશન કરાવીને ફરીવાર વર્જિન થવા માંગુ છું

GUJARAT

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મારું દૈનિક શેડ્યુલ બહુ વ્યસ્ત હોય છે અને આ કારણે મને સવારે વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો. શું હું સાંજના સમયે વર્કઆઉટ કરી શકું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : સામાન્ય રીતે સવારનો સમય જ આપણે વર્કઆઉટ માટે આદર્શ સમય માનીએ છીએ, પણ સવારના ટાઈટ શિડયુલમાં વર્કઆઉટ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે, તેથી સાંજે પણ વર્કઆઉટ કરી શકાય.

જોકે સાંજે વર્કઆઉટ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં પ્રિ વર્કઆઉટ કરવાનું શરૂ કરો. તેનાથી તમારી બોડી વોર્મઅપ થઈ જશે અને તમારે વધુ એનર્જી નહીં લગાવવી પડે. સાંજે વર્કઆઉટ કરનારે તેનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. નિયમિત સમયે જ વર્કઆઉટ કરવું જોઈએ.

આ રીતે ટાઈમિંગની નિયમિતતા જાળવવાથી બોડીને આદત પડી જાય છે અને વર્કઆઉટનો થાક નથી લાગતો. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં કોફીનું સેવન કરવાની આદત પાડો.

વર્કઆઉટ કરતા પહેલાં એક કપ કોફી સ્ટેમિનામાં વધારો કરે છે. કોફીની જગ્યાએ ગ્રીન ટી પણ લઈ શકાય. વર્કઆઉટ કરતા પહેલાં અને કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું જોઈએ.

તેનાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી અને સ્ટેમિના જળવાઈ રહે છે. સાંજે વર્કઆઉટ કર્યા પછી બે કલાક બાદ ડિનર લેવું જોઈએ. જો વર્કઆઉટ બાદ ભૂખ લાગી હોય તો તરત જ થોડું લાઈટ ફૂડ લઈ શકાય, પણ તરત જ હેવી ફ્રૂડ લેવાનું અવોઈડ કરવું.

પ્રશ્ન : હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી.

જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published.