હું પરણિત મહિલા છું,મારી સાસુ મારા ફોનમાં રોજ….જાણો એક મહિલાની સમસ્યા

GUJARAT

પ્રશ્ન : હું એક છોકરાને છેલ્લાં ચાર વર્ષથી પસંદ કરું છું, પણ એના પરિવારનું વાતાવરણ બહુ જૂનવાણી છે. ચિંતાની વાત તો એ છે કે એની મમ્મીને હું ખાસ પસંદ નથી અને હું જ્યારે પણ તેની ઘરે જાઉં ત્યારે તે મને બહુ ઇગ્નોર કરે છે. મારા ફ્રેન્ડ માટે તેની મમ્મી બહુ ખાસ છે અને મને લાગે છે કે જો તેની મમ્મી નહીં માને તો તે મને પણ છોડી દેતા અચકાશે નહીં. આ સંજોગોમાં હું કઇ રીતે મારા ફ્રેન્ડની મમ્મીને ખુશ કરી શકું? શું આવું કરવું જરૂરી છે? એક યુવતી (વડોદરા)

ઉત્તર : લગ્ન એક ખાસ સંબંધ છે. એમાં બે વિભિન્ન બેકગ્રાઉન્ડ, પરંપરા અને વિચારધારા ધરાવતા પરિવારો વચ્ચે જોડાણ થાય છે. કોઈકને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે આપણાં મૂળ વ્યક્તિત્વને પરિવર્તિત ન કરવું જોઈએ. ધારો કે તમે કદાચ બદલાવાનો ડોળ કરશો તોય એ લાંબાગાળે તમને અને તમારા સંબંધોને જ નુકસાન પહોંચાડશે. જોકે, લગ્ન અને પસંદગીના મામલામાં મોટા ભાગે પહેલી આઇસ વોલ તૂટવી બહુ મહત્ત્વની હોય છે.

જો એક વખત એ તૂટી જાય તો એ પછી સંબંધો ખૂબ સરળ થઈ જતા હોય છે. તમે જે વ્યક્તિ સાથે જિંદગી આખી જીવવાનો વિચાર કરી રહ્યા છો તેને જન્મ આપનારી આ વ્યક્તિ સાથે તમારે સંબંધ સુધારવાનો છે એમ વિચારો. આવો ખોટો વટ રાખવાથી સંબંધ મજબૂત ન થાય પછી એ સંબંધ સાસુ-વહુનો હોય કે મા-દીકરીનો. પતિના પરિવારને પોતીકો બનાવીને અપનાવવાની તૈયારી હોય તો જ આગળ વધો.

પ્રશ્ન : હું એક નવપરિણીત યુવતી છું. મારા લગ્નને ચાર મહિના થયા છે. મારા સાસુ આમ તો સારા છે પણ તેમને મારી પર્સનલ વાતો જાણવામાં બહુ રસ હોય છે. તેઓ તક મળે ત્યારે મારો ફોન ચેક કરતા હોય છે અને થોડા દિવસ પહેલાં તેઓ મારું ઇ-મેલ આઇડી અને પાસવર્ડ પણ માગતાં હતાં. મને ખબર નથી પડતી કે તેમને કેવો પ્રતિભાવ આપું? એક યુવતી (સુરત)

ઉત્તર : સાસુ અને વહુનો સંબંધ ખાસ છે. હજી તો તમારા આ સંબંધની શરૂઆત થઇ છે ત્યારે શરૂઆતથી જ એમાં દંભને સ્થાન ન આપો. તમારી લાગણીઓને છુપાવવા કે ઢાંકવા પ્રયત્ન ના કરશો કારણ કે આ સંબંધ કામચલાઉ નથી. તમારે તમારા સાસુ સાથે ઘણાં વર્ષો સુધી વ્યવહાર નિભાવવાનો છે. નાની બાબતો પણ જો તમને તકલીફ આપતી હોય તો તે ચલાવી ના લેશો. સાથે સાથે નમ્રતા પણ રાખો. ઘણીવાર અત્યંત આગ્રહ પછી જે કરવા તમે ઇચ્છતા ના હોય અથવા કરવા સમર્થ ના હોય ત્યાં ના કહી દો. જો તમારા સાસુ તમારી ખાનગી બાબતો જાણવા માગતા હોય અને તમે તે જણાવવા ના ઇચ્છતા હોવ તો યુક્તિપૂર્વક વાતનો વિષય બદલીને તેમને બીજી તરફ લઈ જાઓ.

ઉદાહરણ તરીકે, તમારાં સાસુ તમારું ઇ-મેલ આઈડી અને પાસવર્ડ જાણવા માગતાં હોય તો તમે ઇન્ટરનેટના ફાયદા ગણાવીને તેમને બીજી વાત તરફ લઈ જાઓ. બે-ત્રણ વાર આમ બનશે તો તે સમજી જશે કે તમે એને પાસવર્ડ આપવા નથી ઇચ્છતા. તમારો ફોન ચેક કરતા હોય તો એમાં પેટર્ન લોક કે પાસવર્ડ નાખી દો. શરૂઆતથી જ તમારે મક્ક્મ રીતે કેટલીક સીમા-રેખા આંકી લેવી જોઈએ.

આ કામ કરવામાં જો મોડું કરશો તો તમારે ઘણો વિરોધ અને તકરારનો સામનો કરવો પડશે. તમે નક્કી કરેલી સીમા-રેખાને તમારા સાસુ ઓળંગે નહીં તે બાબતમાં સતર્ક રહો. તમારા જીવનના જે પાસાઓને તમે તમારાં સાસુથી દૂર રાખવા માગતા હોય તે શરૂઆતથી જ નક્કી કરી લો. તમારા પતિ સાથે વાત કરીને તેની સંમતિ લઈને આ નિર્ણય લો. તમારા સાસુને આ રીત સ્વીકારવામાં વાર લાગશે, પરંતુ તે જરૂર સ્વીકારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *