હું મારી પત્નીને પૂરતો સંતોષ આપી નથી શકતો,તો શું હું વાઈબ્રેટર યુઝ કરી શકું ???

GUJARAT

પ્રશ્ન : મારી પાંચ વર્ષની દીકરીનું વજન સરખામણીમાં ઓછું છે. મારા બહુ પ્રયાસ પછી પણ વજન નથી વધી રહ્યું. હું તેનું વજન કઇ રીતે વધારું? એક મહિલા (વડોદરા)

ઉત્તર : બાળકોનું વજન ઓછું હોવું તે તેમના માતા-પિતા માટે ચિંતાનું કારણ બની જાય છે. કેટલાક બાળકોનું વજન તો પૂરતો ખોરાક લેવા છતાં વધતું નથી. માતા-પિતાને ફરિયાદ રહેતી હોય છે કે તેમનું બાળક પાતળું, નબળું અને અંડરવેટ છે. જો તમે પણ આવું લાગતું હોય તો તેમના ભોજનમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને વજન વધારવામાં મદદ કરી શકો છો.બાળકનું વજન સંતુલિત રીતે વધે એ માટે ખોરાકનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. બાળકોનું વજન વધારવું હોય તો ઘી અને માખણ ખવડાવવું ખૂબ જરૂરી હોય છે.

જો બાળકનું વજન ઓછું છે તો તેમને મલાઇવાળું દૂધ પીવડાવો. સૂપ, સેન્ડવિચ, ખીર અને શીરો જેવી વાનગીઓ પણ બાળક માટે સ્વાસ્થ્યપ્રદ સાબિત થાય છે. બાળકને ફણગાવેલા કઠોળ નિયમિત રીતે આહારમાં આપો. બાળક નિયમિત સમયે જમી લે એ જરૂરી છે એટલે તેને કસમયે નાસ્તો ન આપો અને તેના જમવાનો સમય જાળવો. જો આટલું કરશો તો તમને ચોક્કસ વજનમાં વધારો જોવા મળશે. નિયમિત કેળાંનું સેવન પણ વજન વધારવામાં મદદરૂપ થાય છે. કેળાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને કોર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે, જેનાથી બાળકનું વજન વધવામાં મદદ મળે છે.

પ્રશ્ન : મને લાગે છે કે હું મારી પત્નીને જોઇએ એવો જાતીય સંતોષ નથી આપી શકતો. શું પત્નીના આનંદ માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકાય? એક પુરુષ (ભાવનગર)

ઉત્તર : જો તમારા પત્નીને વાઇબ્રેટરની જરૂરિયાત અનુભવાતી હોય અને તમને પણ વાંધો ન હોય તો એનો ઉપયોગ કરી શકાય પણ પરસ્પરની મંજૂરી જરૂરી છે. જો વાઇબ્રેટરનો ઉપયોગ કરો તો એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે. વાઇબ્રેટરનો ઉપયોગ કરવો હોય તો કોઇ પણ એક જ સ્પીડને બદલે એડજસ્ટ થઇ શકે એવી સ્પીડવાળું બેટરી-ઓપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઇએ.

દરેક વખતે વાઇબ્રેટર યુઝ કર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારના વાઇબ્રેટરનો ઉપયોગ બીજો કોઇ ન કરે એ પણ જરૂરી છે. આપણા દેશમાં વાઇબ્રેટર કાયદેસર રીતે દુકાનમાં મળતાં નથી, પરંતુ તમે ઇન્ટરનેટ પરથી અથવા ડોક્ટર પાસેથી મેળવી શકો છો. આ વાઇબ્રેટરમાં ઘણીબધી વેરાઇટી મળે છે. એ બેટરીવાળાં તથા ઇલેક્ટ્રિકલ હોય છે તેમજ અલગ અલગ આકાર અને સાઇઝનાં મળે છે. આની કિંમતમાં પણ ઘણી મોટી રેન્જ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published.