હું મારી GFને ચાલુ મુસાફરીમાં સમાગમ કરવા ગયો તો લિંગ પણ પ્રવેશ ના કરાવી શક્યો,આવું કેમ થતું હશે ??

GUJARAT

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું અને સારી નોકરી કરું છું. મારું જીવન સારી રીતે પસાર થઇ રહ્યું હતું પણ બે વર્ષ પૂર્વે લગ્ન થયાં ત્યારથી સમસ્યાની શરૂઆત થઇ ગઈ છે. મારા માતા-પિતાએ આકરો સંઘર્ષ કરીને મારું ઘડતર કર્યું છે પણ મારી પત્ની લગ્નના થોડા જ મહિના પછી મારા પર પરિવારથી અલગ રહેવાનું દબાણ કરી રહી છે.

તે નાની નાની વાતમાં મારા માતા-પિતાનું અપમાન કરે છે અને હવે તો ધમકી આપે છે કે તે તેમના પર દહેજ માગવાનો આરોપ મૂકીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. હું હવે મારી પત્નીથી છુટકારો મેળવવા ઇચ્છુ છું. મારે કઇ રીતે આગળ વધવું જોઇએ? એક યુવક (વાપી)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. એક તરફ માતા-પિતા છે અને બીજી તરફ પત્નીની હઠ. જો આ બંનેમાંથી એક વિકલ્પ કરવાનો હોય તો તમારા માટે એ શક્ય નથી. જો તમને તમારી પત્નીથી બીજી કોઇ સમસ્યા ન હોય તો સૌથી પહેલાં તેને સારી રીતે સમજાવાનો પ્રયાસ કરો કે તમારા માટે વૃદ્ધ માતા-પિતાને એકલાં છોડીને અલગ રહેવા જવાનું શક્ય નથી.

આ વાત સમજાવામાં તમે પત્નીના માતા-પિતાની પણ મદદ લઇ શકો છો. જો તમારી પત્ની આ વાત માનવા તૈયાર ન હોય તો તમારી પાસે પત્નીને છૂટાછેડા આપવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. તમારી પત્ની દહેજ માગવાનો આરોપ મૂકીને તમને કે તમારા પરિવારને કાનૂની દાવપેચમાં ફસાવે એ પહેલા કોઇ મિત્ર કે સંબંધીને મધ્યસ્થી તરીકે રાખીને સંમતિથી છૂટાછેડા લેવાનો પ્રયત્ન કરો. જો આ મામલો સર્વસંમતિથી ઉકેલાઇ જશે તો ધન અને સમય બંનેનો બચાવ થશે.

પ્રશ્ન : નમસ્તે સર મારી ઉંમર ૨૩ વર્ષની છે, મારા મેરેજ થયા નથી. મારી મુંઝવણ એ છે કે મેં ૫ વર્ષ પહેલા મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે સેક્સ થઇ શક્યું ન હતું. ત્યાર બાદ ૪ મહિના અગાઉ બીજી વખત સેક્સ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતેય સેક્સ ન થઇ શક્યું. તે સમય દરમિયાન પેનિસ ઉત્તેજિત તો થાય છે, પણ વજાઇનામાં પ્રવેશી શકતું નથી. અમે બંનેએ ચાલુ મુસાફરીમાં રાત્રિના સમયે આ પ્રયત્ન કર્યો હતો. જાણીતા ડોક્ટર પાસે તપાસ પણ કરાવી, તેનાથી કોઇ ફેર પડયો નથી. હું છેલ્લા ૪ મહિનાથી ખૂબ જ માનસિક ટેન્શનમાં આવી ગયો છું. પેનિશ શરૂઆતના ભાગમાં થોડું પાતળું છે, અને પ્રોબ્લેમ પણ ત્યાંથી જ લાગે છે. મને યોગ્ય સલાહ આપીને મારી સમસ્યા દૂર કરો.

જવાબ : તમે જાણીતા ડોક્ટરે શું નિદાન કર્યું એ જણાવ્યું નથી. તમારી સમસ્યા અમને સમજાય છે એ પ્રમાણે એવી છે કે તમારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરવાના પ્રસંગે તમારું પેનિસ ઉત્તેજિત થાય છે, પરંતુ ગર્લફ્રેન્ડની વજાઈનામાં પ્રવેશ કરી શકતું નથી. તમે કહો છો કે પેનિસ શરૂઆતમાં થોડું પાતળું છે એના કારણે આવું થવાનું તમે માનો છો. તમારી સમસ્યા તમારા પેનિસના કારણે નથી, તમારી ગર્લફ્રેન્ડની ગભરામણના કારણે છે.

તમારી ગર્લફ્રેન્ડની ઉંમર જણાવી હોત તો વધારે સારું થાત. તમારી ગર્લફ્રેન્ડ કોઈપણ કારણસર સેકસ વખતે ચિંતામાં હશે, ગભરાયેલી હશે. મનમાં ચિંતા કે ડર હોય તો છોકરીનાં શરીરના સ્નાયુઓ ખેંચાઈને તંગ બની જાય છે. ડરનો સામનો કરવા માટે બધા સ્નાયુ ખેંચાયેલા હોવા જરૂરી છે. સ્નાયુ ખેંચાયેલા હોય તો તમારી ગર્લફ્રેન્ડની વજાઈનાનું પ્રવેશદ્વાર અને આખી વજાઈના સાંકડી બની જાય, એવા સમયે તેમાં તમારું પેનિસ પ્રવેશ ન કરી શકે એ સ્વાભાવિક છે.

તમે પહેલી વખત સેકસનો પ્રયોગ કરતાં હો ત્યારે નિરાંત અને મોકળાશ રહે એવી જગ્યા હોવી જોઈએ. એવો સમય હોવો જોઈએ કે મનમાં પણ નિરાંત હોય. ગર્લફ્રેન્ડ અને તમે નિરાંતમાં હશો, કોઈ જાતની ચિંતા નહીં પજવતી હોય ત્યારે સેક્સનો પ્રયોગ કરશો તો પણ શરૂઆતમાં ગર્લફ્રેન્ડને કદાચ દુખાવો થશે અને તે પેનિસ પ્રવેશ કરાવવાની ના પડશે. પરંતુ ધીમેધીમે વધુ નિરાંતે પ્રયાસ કરવાથી આખરે થોડી પીડા સાથે આ પ્રયોગ પાર પાડી શકશો. બાકી કશી જ સમસ્યા તમને નથી જણાતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *