પ્રશ્ન : મારું પોસ્ટ-ગ્રેજ્યુએશન હમણાં જ પૂરું થયું છે અને હવે મારા પરિવારજનો મારા માટે યોગ્ય યુવકની શોધ ચલાવી રહ્યા છે. મારા પરિવારમાં કોઇને ખબર નથી પણ હાલમાં એક યુવક સાથે મારું ઓનલાઇન ડેટિંગ ચાલી રહ્યું છે.
ચાર મહિનામાં અમે બન્નેએ એકબીજા સાથે બધી વાતો શેર કરી છે અને મને લાગે છે કે અમે બન્ને પ્રેમમાં છીએ. તે મહારાષ્ટ્રમાં રહે છે અને હું ગુજરાતમાં. હવે અમે મળવા ઇચ્છીએ છીએ. હું આગ્રહ રાખું છું કે તે પરિવાર સાથે મારા પરિવારને મળવા આવે પણ એ એકલો જ આવવા ઇચ્છે છે અને માત્ર મને જ મળવા ઇચ્છે છે. મને તેની આ વાત થોડી ખૂંચે છે પણ હું તેને મળવા માટે તલપાપડ છું. તેને એકલા મળવાનો મારો નિર્ણય યોગ્ય છે? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમે થોડી ઉતાવળ કરી રહ્યા હોય એમ નથી લાગતું? તમે માનો છો કે તમે આ છોકરાને ડેટ કરી રહ્યાં છો, પણ મળ્યા વિના ડેટ કેવું? ઓનલાઇન ચેટિંગને તમે ઓનલાઇન ડેટિંગનું નામ આપી દઈ શકો છો, પણ આ ડેટિંગમાં તમે સામેવાળી વ્યક્તિને ખરા અર્થમાં જાણી-સમજી કે પરખી શકતાં નથી. આ યુવકને એકલા મળવામાં આમ તો કોઇ વાંધો નથી પણ તમે જ્યારે પહેલી વાર મળો ત્યારે સલામત જગ્યાએ અને જાહેરમાં મળો એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે બધું પાકું કરી નાખવાની ઉતાવળ ન થાય.
અત્યારે તમે પ્રેમમાં ગળાડૂબ છો ત્યારે ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઇ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. તમે અત્યારે ગુલાબી પ્રેમથી ભીંજાયેલાં છો એટલે ઓનલાઇન ફ્રેન્ડ સાથેની પહેલી જ મુલાકાતને ફાઇનલ બનાવી દેવાની ઉતાવળ ન કરો. તમે જો આંખે પ્રેમની પટ્ટી બાંધેલી હશે તો તમે હકીકત શું છે એ સમજવાનું ચૂકી જાઓ એવું સંભવ છે. મારું માનો તો અત્યારે માત્ર એક મિત્ર તરીકે જ તેને મળો. જો બધું બરાબર લાગે તો ધીમે ધીમે સમજીવિચારીને આગળ વધો.
પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડ સાથે હું શું ઓરલ સેક્સ કરી શકું છું? તેનાથી કંઇ પ્રોબ્લેમ નહીં થાય ને? પ્લીઝ જવાબ આપો.
જવાબ : ઓરલ સેક્સ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી. સ્વચ્છતા જાળવો તો કોઇ પ્રોબ્લેમ થતો નથી. તેથી ચિંતા ન કરશો તમને કોઇ પ્રોબ્લેમ નહીં થાય.