પ્રશ્ન : મારી વય 52 વર્ષની છે. છેલ્લા દોઢ-બે વર્ષ મને રાત્રે સારી નિંદર જ નહોતી આવતી એટલે મેં ડોક્ટરની સલાહ લઇને થોડો સમય માટે ઊંઘની ગોળીઓ લેવાનું શરૂ કર્યું છે. આનાથી મને નિંદર તો સારી આવે છે પણ મને ડર લાગે છે કે જો મને એની આદત પડી જશે તો? મારે શું કરવું જોઇએ? એક પુરુષ (વાપી)
ઉત્તર : તમને ડોક્ટરે ઊંઘની ગોળી લેવાની સલાહ આપી છે તો કંઇક સમજી વિચારીને જ આપી હશે ને. જો તમે સારી ઊંઘ લઈ શકતા નથી તો શરીરમાં અનેક રોગો પોતાનું ઘર બનાવી લે છે. ઊંઘની ગોળીઓ ડૉક્ટર દરદીને ત્યારે જ આપે છે જ્યારે અપૂરતી ઊંઘને કારણે દરદીને હાઇપરટેન્શન કે એંન્ગ્ઝાયટી અનુભવાય અને એની અસર તેના જીવન પર પડતી હોય.
રાત્રે ઊંઘવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. દરદી એક સારી ઊંઘ લઈ શકે જેને લીધે એના શરીર, મન અને મગજને આરામ મળી રહે એ માટે એને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે.
જો તમે ડોક્ટરની સલાહનું બરાબર પાલન કરીને તેમણે આપેલા ડોઝ પ્રમાણે જ ઊંઘની ગોળી લો તો ચિંતાનું કોઇ કારણ નથી. જોકે પછી એ જરૂરત કરતાં વધુ ખાવાને કારણે આદત પડી જાય છે. વ્યક્તિ જ્યારે ડોક્ટરની સલાહ ન માનીને પોતાની મરજી પ્રમાણે ઊંઘની ગોળી લેવાનું ચાલે રાખે ત્યારે જ આવું થઇ શકે છે. સામાન્ય રીતે જ્યારે તમે ધ્યાન ન રાખો ત્યારે આ દવાઓની આદત પડી જાય છે. તમારે માત્ર તમારા ડોક્ટરની સૂચનાનું યોગ્ય રીતે પાલન કરવાનું છે.
પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું અને મારી ગર્લફ્રેન્ડ છેલ્લા સાત વર્ષથી રિલેશનમાં છીએ. અમને બંનેને સેક્સ કરવાની ખૂબ જ ઇચ્છા થાય છે, પરંતુ અમે સેક્સ આજ સુધી કર્યું નથી. પરંતુ અમે ફોન સેક્સ કરીએ છીએ. મારી આ ટેવના કારણે હવે મારું પેનિસ પહેલા જેટલું ઉત્ત્તેજિત રહેતું નથી. તો મારે શું કરવું જોઇએ ? આ ટેવના કારણે મારી મેરેજ લાઇફમાં તો કોઇ પ્રોબ્લેમ નહીં થાય ને ?
જવાબ : તમારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરતી વખતે સેક્સ કરવાની ઇચ્છા થવી તે સામાન્ય બાબત છે. તમે ફોન સેક્સ એટલે કે સેક્સની વાતો કરો, તેમાં કંઇ ખરાબી નથી. પરંતુ જે તમે વિચારી રહ્યા છો, તે યોગ્ય નથી. આ પ્રકારની વાત કરવી ટેવ કહો તે યોગ્ય નથી, અને જો તમને આ ટેવ પડી ગઇ હોય તો આ ટેવ છોડવા માટે પણ તમારે મનથી જ નક્કી કરવું પડે. કારણ કે આ ટેવ માનસિકતા સાથે જોડાયેલી છે, તેથી તમારું મનોબળ મક્કમ રાખશો. તો આ ટેવ ભૂલી શકશો. આ ઉપરાંત આ ટેવના કારણે તમારું પેનિસ ઉત્ત્તેજિત નથી રહેતું, આ વાત ખોટી છે. ચિંતા ન કરો તમારી મેરેજ લાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાય.