પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. મને છેલ્લા કેટલાક સમયથી વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા બહુ સતાવે છે. મારા લગ્નને પાંચ વર્ષ થયાં છે અને અમે છેલ્લાં છ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ, પણ સફળતા નથી મળતી.
આ વાઇટ ડિસ્ચાર્જનું પ્રમાણ છેલ્લા બે મહિનામાં આ વાઇટ ડિસ્ચાર્જનું પ્રમાણ વધી ગયું છે. મેં દવાનો એક વાર કોર્સ પણ કરેલો, પરંતુ એની અસર એક જ મહિનો જ રહી. ફરીથી ડિસ્ચાર્જ શરૂ થઈ ગયો છે. શું આને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : સ્ત્રીઓમાં વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિ ફંગલ ઇન્ફેક્શનને કારણે ઉભી થતી હોય છે. જો આ ડિસ્ચાર્જનો રંગ દૂધ જેવો સફેદ હોય તો એ માટે એન્ટિ-ફંગલ ટેબ્લેટનો કોર્સ કરવો જોઈએ. યોનિમાં મૂકવાની તેમ જ મોંએથી લેવાની એમ બે પ્રકારની એન્ટિ-ફંગલ દવાઓ આવે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે આ ગોળીઓનો કોર્સ કરી લેવો જોઇએ.
જોકે ટ્રીન્ટમેન્ટ કરતી વખતે તમારા હસબન્ડનું પણ ચેક-અપ કરાવવું જરૂરી છે. ઘણી વાર ફંગલ ઇન્ફેક્શન હસબન્ડને પણ લાગતું હોય છે. જો તેમને ઇન્ફેક્શન લાગેલું હશે તો તેમને પણ એન્ટિ-ફંગલ દવાનો કોર્સ કરાવવો જરૂરી છે. જો એમ નહીં કરો તો તમે કોર્સ કર્યો હોવા છતાં પતિ મારફત તમને ફરીથી ચેપ લાગી શકે છે. આની દવા કરતાં પહેલાં હસબન્ડ-વાઇફ બન્નેનું ચેક-અપ કરાવવું જરૂરી છે.
દવાનો કોર્સ શરૂ કરતી વખતે પ્રથમ પંદર દિવસ સુધી ઇન્ટરકોર્સ ન કરવો. જો તમને પાણી પડવાની સાથે તાવ આવવો, કમર તૂટવી તેમ જ પેડુમાં દુખાવો થવા જેવી સમસ્યા ન હોય તો સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં વાંધો નહીં આવે. જો ઉપરોક્ત લક્ષણો હોય તો એ દર્શાવે છે કે ફંગલ ઇન્ફેક્શન ઓવરી અને ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી ગયું છે. આની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે, નહીંતર ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે.
પ્રશ્ન: હું 22 વર્ષનો છું. મારા 25 વર્ષના મિત્રની પત્ની સાથે 9 વર્ષથી પતિ-પત્ની જેવો જ સંબંધ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ તે તેના પરિવાર સાથે દગો કરવા માંગતી નથી. અમારો એક પુત્ર પણ છે. હું શું કરું?
જવાબ
તમે મિત્રની પત્નીનો પત્ની તરીકે ઉપયોગ કરીને મિત્રતાની ખૂબ રમણી કરી છે. તે સ્ત્રી તમારી સાથે લગ્ન કરીને તેના પતિને છેતરવા નથી માંગતી, તો તે તમારી સાથે સૂઈને શું કરી રહી છે?
તમે કેવી રીતે કહી શકો કે દીકરો તમારો છે? હવે લગ્નનો ડોળ કરવાની શું જરૂર છે? જે દિવસે તેઓ પકડાશે, સાંજ પડશે.