હું મહિલાઓના સ્તન જોઈને ખુબજ ઉતેજીત થઇ જતો હોવ છું, પછી હસ્તમૈથુન કરવું જ પડે એટલો મજબુર થઇ ગયો છું હું

GUJARAT

પ્રશ્ન : હું એક પરિણીત પુરુષ છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે અને હું મારા લગ્નજીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. જોકે છેલ્લા કેટલાક સમયથી હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. લગ્ન પહેલાં એક યુવતી સાથે મારો પ્રેમસંબંધ હતો પણ પછી મતભેદના પગલે અમારા સંબંધોનો અંત આવ્યો હતો.

હવે મારી એક્સ ગર્લફ્રેન્ડ મને વારંવાર ફોન કરીને પરેશાન કરે છે. મેં તેને ઘણી વખત સમજાવી હતી કે હવે હું પરિણીત છું અને મારા લગ્નથી બહુ ખુશ પણ છું, પણ આમ છતાં તે મને વારંવાર ફોન કરે છે. મને ડર લાગે છે કે તેના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે પણ હવે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ તમારા હાથમાં જ છે. સૌથી પહેલાં તો તમે ખોટી લાગણીમાં અટવાવાને બદલે તમારી એક્સ ગર્લફ્રેન્ડને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લો કે તમે જ્યારે પરિણીત છો ત્યારે તે તમારી સાથે કેમ સંબંધ વધારવા ઇચ્છે છે. તમે એને સમજાવો કે તમારી સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવાથી તેને કંઇ નહીં મળે.

તેનો ઇરાદો તમારી સાથે સંબંધ વધારીને તમને બ્લેકમેલ કરવાનો તો નથી ને? આ વાતને ચેક કરી લો. જો તમારા અને તમારાં પત્ની વચ્ચે સારું બોન્ડિંગ હોય અને બંને વચ્ચે પૂર્ણ વિશ્વાસ હોય તો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં તમારાં પત્નીની પણ મદદ લઇ શકો છો. તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇને તેની સાથે તમારી સમસ્યા શેર કરો.

જો તમારી પત્નીને તમારી પર વિશ્વાસ હશે તો એ સમજી શકશે કે લગ્ન પહેલાં કોઇ પ્રેમસંબંધ હોય એ અત્યારના સમયમાં સ્વાભાવિક છે. જો તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇ લેશો તો પછી તમારે ભૂતપૂર્વ પ્રેમિકાથી ડરવાની કોઇ જ જરૂર નહીં પડે કારણ કે તમારી એક્સ ગર્લફ્રેન્ડ તમને બ્લેકમેલ નહીં કરી શકે. જોકે કોઇ પણ નિર્ણય સમજી વિચારીને જ લેજો કારણ કે જો તમારી પત્નીને તમારી વાત પર વિશ્વાસ નહીં થાય તો તમારા શાંત જીવનમાં વિવાદનાં વમળ સર્જાઇ શકે છે.

સવાલ: હું 26 વર્ષનો યુવક છું અને મારી અજીબ સમસ્યા છે કેમ કે હું બજારમાં જતો હોઈ ત્યારે અમુક મહિલાઓના સ્તન નો ભાગ જોઈને ખુબજ ઉત્તેજિત થઇ જતો હોઈ છું અને એના લીધે મને હસ્તમૈથુનની આદત થઇ ચુકી છે,તો હું શું કરું
એક યુવક વડોદરા

જવાબ: સૌથી પેહલા તમે કોઈના ઉર પ્રદેશનો ભાગ જોઈને ઉતેજીત થવાનું છોડો,તમે ઈમેજીનેશન અલગ ઉભી કરો છો અને આખું પિક્ચર પોતાના મનમા ઉભું ના કરશો, તો જ તમારી હસ્તમૈથુનની આદત છુટસે

Leave a Reply

Your email address will not be published.