હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. પણ બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે?

GUJARAT

પ્રશ્ન : હું એક વ્યવસાયી મહિલા છું અને આખો દિવસ કામમાં સતત વ્યસ્ત રહું છું. મને તો સવારે સારી રીતે નાસ્તો કરવાનો પણ સમય નથી મળતો. આના કારણે મને ઘણીવાર બહુ થાક લાગે છે. મારે આહારમાં શું લેવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : સ્ત્રીઓ પોતાના રોજિંદા કાર્યોમાં સવારથી એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે સવારનો નાસ્તો કરી શકતી નથી. જો આવું લાંબુ ચાલે તો થાક લાગે એ બહુ સ્વાભાવિક છે. જો તમારી લાઇફસ્ટાઇલ બહુ વ્યસ્ત હોય તમારે આહારમાં એવી વસ્તુઓ લેવી જોઇએ જે તમારા શરીરને ભરપૂર ઊર્જા આપે. શરીરમાં ગ્લુકોઝની જરૂરિયાત કાર્બોહાઈડ્રેટ જ પૂરી કરી શકે છે.

શરીરને ઊર્જાવાન રાખવા માટે ગ્લુકોઝનું યોગ્ય પ્રમાણ અત્યંત જરૂરી છે અને આ માટે બટાકા જેવી વસ્તુઓને આહારમાં સમાવેશ કરવો જોઇએ. બટાકામાં આ સિવાય વિટામિન એ અને બીનું પ્રમાણ પણ સારું એવું હોય છે. મહિલાઓએ આહારમાં પાલકનો સમાવેશ કરવો જોઇએ. પાલકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન કે હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ સારા પ્રમાણમાં હોય છે.

આ તત્ત્વો શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આમ પણ પાલકનું સેવન બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. જે સ્ત્રીઓમાં ઊર્જાની ઉણપ રહેતી હોય તેમણે રોજ બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. એ શરીરને ભરપૂર શક્તિ તો પૂરી પાડે જ છે સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક હોય છે. આ સિવાય આહારમાં ખાંડના બદલે મધનો ઉપયોગ કરો. મધમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને ઊર્જાસભર રાખે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા પણ વધતી નથી.

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારા બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. અમારું માતા-પિતા બનવાનું હમણાં કોઇ જ પ્લાનિંગ નથી. મને અને મારા પતિને કોઇ પ્રોટેક્શન વાપરવાનું પસંદ નથી અને હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. મને મારી બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય? એક યુવતી (સુરત)

ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવું શરૂ થઇ જાય. તમારા કેસમાં આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું.

હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે, ફ્રીડમ ફીલ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે. આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે. આ ઉપરાંત માઇફેપ્રિસ્ટોન નામની એન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *