હું દિવસમાં 2 વાર હસ્તમૈથુન કરું છું તો શું મારામાં કમજોરી અને નપુંશક્તા આવી શકે છે ???

GUJARAT

પ્રશ્ન : મારા દીકરાનાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જ્યારથી તેનાં લગ્ન થયાં છે ત્યારથી મારા ઘરમાં શાંતિ નથી. મને હંમેશાંં એવું લાગે છે કે મારી પુત્રવધૂ મારા દીકરાની કાન ભંભેરણી કરીને મારા વિરુદ્ધ ચડાવે છે. મારી વહુને સીધા રસ્તે લાવવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત)

ઉત્તર : ભારતમાં લગ્ન એ માત્ર બે લોકોનું જ મિલન નથી. લગ્ન એ બંને પરિવારનું મિલન છે. આ પરિવારના મિલનમાં સૌથી વધુ ઝઘડાઓ સાસુ-વહુ કે પછી દેરાણી-જેઠાણીના પણ જોવા મળે છે. એવી ઘણી સ્ત્રીઓ હશે જે એવું કહેતા જોવા મળશે કે લગ્ન પછી તેની અને તેના દીકરા વચ્ચે પહેલાં જેવી લાગણી કે પછી સંબંધ નથી.

આ પાછળ તે પોતાની વહુને દોષી ઠેરવે છે. સાસુ અને વહુના સંબંધો વધારે નાજુક હોય છે. બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ હોઇ શકે છે, પરંતુ એ પણ સત્ય છે કે તેમના વચ્ચે થોડી એવી બાબતમાં જ ચર્ચા થઈ જાય છે.

આવું થાય છે કારણકે બંનેનો એટેન્શન પોઈન્ટ એક હોય છે અને તે છે દીકરો, જે વહુનો પતિ બની ચૂક્યો હોય છે. બંનેનો આ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને લાડ જાહેર કરવાની રીત અલગ અલગ હોય છે. જોકે, અનેકવાર તે કોમ્પિટિશનમાં પણ ફેરવાઇ જાય છે અને બસ ત્યારથી જ મુશ્કેલીઓ આવવાની ચાલુ થાય છે.

તમને લાગે છે કે, વહુ તમારા દીકરાને ભડકાવી રહી છે પણ તમે પહેલાં બેસીને સમગ્ર સ્થિત વિશે વિચારો કે આખરે આ ફેરફાર કઈ રીતે આવ્યા? સ્વાભાવિક છે કે તમે દીકરાની બહુ નજીક છો અને હાલની સ્થિતિમાં આવેલો ફેરફાર તમને પસંદ નથી આવી રહ્યો.

સૌથી સારો રસ્તો એ છે કે તમે તમારી અને વહુની રિલેશનશીપ વચ્ચે એક બાઉન્ડ્રી ખેંચી દો જેથી બંને પક્ષ એકબીજાનું ધ્યાન રાખે અને લાગણીને પણ ઠેસ ન પહોંચે. દરેક બાબતને લઈને વાત કરો, જેથી રસ્તો નીકળી શકે. સાસુ અને વહુ બંને પરિવારનો મહત્ત્વનો આધાર છે અને તેમની વચ્ચે તાલમેલ હોવો બહુ જરૂરી છે. જો બંને વચ્ચે તાલમેલ ન હોય તો પરિવારમાં સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. આવું ન થાય એ માટે અત્યારથી જ સકારાત્મક પ્રયાસ કરો.

સવાલ – હું 22 વર્ષનો યુવક છું ,હું હસ્તમૈથુનનો આદી છું. અને દિવસમાં ઓછામાં ઓછા બે વખત હસ્તમૈથુન કરું છું. હું રોકાઇ શકતો નથી અને હું કમજોર અનુભવ છું. હું આ આદતથી કેવી રીતે છૂટકારો મેળવી શકું? શું હસ્તમૈથુન કરવાથી લિંગમાં કમજોરી આવી શકે છે. તાકાત વધારવા માટે શું કરવું જોઇએ।

જવાબ – તમારા મગજમાંથી હસ્તમૈથુન દૂર કરવા માટે સુનિશ્ચિત કરો કે તમારી પાસે વધારાનો સમય નથી. પોતાનામાં જ તે ગતિવિધિઓમાં સામલે કરો જે તમને રસપ્રદ લાગે છે અને પોતાના વ્યસ્ત રાખો. તે સિવાયની તમે અન્ય ફિજિકલ એક્ટિવિટિજમાં સામેલ થઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *