હું 26 વર્ષની યુવતી છું મને અજાણી એપ્લિકેશન ઉપર આખો દિવસ સેક્સની જ વાતો કરવાની ગમવા લાગી છે, હું કેમની એને છોડાવું

GUJARAT

પ્રશ્ન: બે વર્ષ પહેલાં હોંશે હોંશે મારા દીકરાનાં લગ્ન કર્યા હતાં. અમારો સંયુક્ત પરિવાર છે જેમાં હું, મારા પતિ, મારો મોટો દીકરો અને વહુ અને નાનો દીકરો અને વહુ રહે છે. મારી નાની વહુ લગ્ન પછી પરિવાર સાથે સેટ નથી થઇ શકી અને કોઇને કોઇ કારણોસર ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થતા રહે છે. હવે તો મારી નાની વહુ ડિવોર્સ લેવાની ધમકી આપવા લાગી છે. આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા શું કરવું જોઇએ? એક મહિલા (વડોદરા)

ઉત્તર : એવું માનવામાં આવે છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે જ પણ ઘણી વખત સાવ સામાન્ય બાબતોમાં પરિવારના સભ્યો, પરિવારની મહિલાઓ વચ્ચે એ હદે અંતર વધી જાય છે કે એ સંબંધોને પાછા મૂળ સ્થિતિમાં લાવવાનું લગભગ મુશ્કેલ હોય છે. રિલેશન જીભથી તૂટે છે, ગેરસમજથી તૂટે છે, સાચી વાતનો સ્વીકાર નહીં કરી શકવાની આપણી અસમર્થતાથી તૂટે છે.

સૌથી અગત્યની વાત એ છે એ કે ક્યારેય કોઈ રિલેશન તૂટવા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી, એ જ રીતે રિલેશન બચાવવાની જવાબદારી પણ કોઈ એક વ્યક્તિની નથી હોતી. સાસુ-વહુ કે પછી દેરાણી-જેઠાણી અથવા તો પરિવારના બે સભ્યો વચ્ચે કંઈ અણબનાવ બને અને તે એટલી હદે ખરડાય કે વાતચીત પણ બંધ થઈ જાય, ત્યારે ચેતી જજો.

મોટા ભાગના કિસ્સામાં પરિસ્થિતિ એવા સમયે બગડે છે જ્યારે કોઈ વાતનો ખુલાસો આપવાની ઉતાવળ કરવામાં ના બોલવાના શબ્દો બોલી કાઢવામાં આવે છે. ક્યારેક વાત એવી વણસી જાય છે કે તેનો કોઈ ઉકેલ શક્ય નથી હોતો. આવા સમયે ચોખવટો, ખુલાસા કે વાતને રીપેર કરવાની કોશિશ કરવાની ઉતાવળ ન કરો. તે સંબંધોને થોડો સમય આપો.

ઘણીવાર ન ગમતા નિર્ણયમાં પણ કંઈક હિત છુપાયેલું હોય છે. ઘણીવાર ડિવોર્સનું બહુ દુઃખ થાય છે, પરંતુ તે પછી રચાતા નવા સંબંધ તમને સમજાવે છે કે જે થાય તે વિચાર્યું હોય તેના કરતાં પણ સારું જ થાય છે. આમ, તમારા હાથમાં તો દરેક પરિસ્થિતિનો હકારાત્મક અભિગમથી સ્વીકાર કરવાની માનસિકતાને સજ્જ કરવાનું છે.

પ્રશ્ન : હું 26 વર્ષની પ્રોફેશનલ યુવતી છું. છેલ્લા કેટલાક સમયથી મને અજાણી ચેટ એપ પર જઈ સેક્સટિંગ કરવાની લત લાગી છે. મને હું કંઇ ખોટું કરી રહી હોવાની લાગણી થાય છે. શું આ મારી લાગણી યોગ્ય છે? એક યુવતી (સુરત)

ઉત્તર : આજકાલ પાર્ટનરને સેક્સી અને નોટી મેસેજ મોકલવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. આને સેક્સટિંગ કહેવામાં આવે છે. ફ્લર્ટ કરવાની આ એક ખૂબ જ સરળ અને ઉત્તમ રીત છે. સેક્સટિંગથી કપલ વચ્ચે દૂર રહીને પણ ઇન્ટિમસી જળવાઈ રહે છે અને એના દ્વારા તમે તમારા વિવાહિત જીવન અને લોન્ગ ડિસ્ટેન્સ રિલેશનશિપમાં ફન, રોમાન્ચ અને સ્પાઇસ એડ કરી શકો છો.

કેટલાક લોકો વધુ સારા જાતીય જીવન માટે સેક્સટિંગને જરૂરી સમજે છે. સેક્સટિંગ કરતા સમયે તેના શરીરમાં ગુડ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તેનાથી મનનો તણાવ ઓછો થાય છે. આમ સેક્સટિંગ કરવામાં કંઇ ખોટું નથી પણ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સેક્સટિંગ કરવાથી તમારી અંદર સેક્સ કરવાની ઇચ્છા વધારે ઝડપથી વધી જાય છે. આના કારણે મન ખોટી દિશામાં દોરવાઇ ન જાય એ વાતનું ધ્યાન રાખશો. આમ, સેક્સટિંગ ખરાબ નથી પણ એનું વ્યસન ન થઇ જાય એનું ધ્યાન રાખજો

Leave a Reply

Your email address will not be published.