હું બોડીમાં જાડી છું અને મારા થનારા પતિ ખુબજ પાતળા છે,મારી બહેનપણીઓ કહે છે કે એ તને સમાગમમાં સંતોષ ક્યારેય નહિ આપી શકે, શું આ સાચું હશે ???

GUJARAT

સમસ્યા : મારી ઉંમર 52 વર્ષની છે. છેલ્લાં પાંચેક વર્ષથી મને બ્લડપ્રેશર રહે છે અને એકાદ વર્ષથી ઇન્દ્રિયમાં ઉત્તેજના ઘણી ઓછી આવે છે. તો શું આ તકલીફને અને બ્લડપ્રેશરને સીધી રીતે કોઇ સંબંધ ખરો? ખાસ તો મારે એ જાણવું છે કે બ્લડપ્રેશરના દર્દીઓએ સેક્સમાં શું કાળજી લેવી જોઇએ?

ઉકેલ : બ્લડપ્રેશરથી પુરુષને સીધેસીધી રીતે ઉત્થાનમાં તકલીફ નથી અનુભવાતી, પરંતુ અમુક બ્લડપ્રેશરની દવાઓની આડ અસરને કારણે ઇન્દ્રિયમાં નપુંસકતા આવી શકે છે, પરંતુ આ નપુંસકતા દરેક પુરુષને આવતી નથી. આથી ગભરાઇ જવાની પણ જરૂર નથી.

હા, બલ્ડપ્રેશરના દર્દીઓએ કેટલીક કાળજી રાખવાની જરૂર છે. જેમકે, નિયમિત બ્લડપ્રેશર મપાવતા રહો અને એને કાબૂમાં રાખો, જો બ્લડપ્રેશરની દવા લેતા હો અને ઇન્દ્રિયમાં ઉત્તેજનાની ઊણપ અનુભવાતી હોય તો ડોક્ટર સાથે ચર્ચા કરો, સામાન્ય રીતે બિટાબ્લોકર્સ, ડાઇયુરેટિક્સ અને થાયાઝાઇડ ગ્રૂપની દવાઓને કારણે નપુંસકતા આવી શકે છે. સામાન્ય રીતે દવાની આડ અસર થોડાક મહિનાઓ પછી અનુભવાતી હોય છે.

સમસ્યા : મારી ઉંમર 30 વર્ષની છે. હું શરીરે થોડી ભરાવદાર છું. આવતા મહિને મારાં લગ્ન છે. મારા પતિ શરીરે એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલાં અમે એકબીજાને કિસ કરી હતી અને તક મળે ત્યારે થોડી શારીરિક મસ્તીઓ પણ માણી હતી. દસ દિવસ પહેલાં એકાંત મળતા અમે સમાગમ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રવેશ પહેલાં જ એમને સ્ખલન થઇ ગયું હતું.

આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગઈ હતી, તે એકદમ નાના બાળક જેવું હતું. ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાંય પાછું મારા પતિનું શિશ્ન લગભગ બે-અઢી ઇંચ જેટલું જ છે. તો શું મારે જાતીય સુખથી આજીવન વંચિત રહેવું પડશે?

ઉકેલ : સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શીઘ્ર સ્ખલન થવું તે સામાન્ય બાબત છે. ઘણીવાર લાંબા સમય બાદ કરેલા સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મનમાં રહેલો ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઈ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણે પણ ઘણીવાર સ્ખલન જલદી થઈ જતું હોય છે, જેની ચિંતા કરવાની જરૂર નથી.

જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શીઘ્ર સ્ખલનની તકલીફ દૂર થતી જશે અને જો તેમ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં નવી આવેલી દવાઓથી શીઘ્ર સ્ખલનમાં સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજું કે તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયું હશે એટલે તે બાળક જેવું લાગતું હશે.

સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે. આ અવસ્થામાં તેની લંબાઇ એક ઇંચ હોય તો પણ ચિંતા ના કરવી. ઉત્તેજિત અવસ્થામાં શિશ્નની લંબાઇ બે ઇંચ કે તેથી વધારે હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *