હું અને મારા પતિ ખુબજ પ્રેમ કરીયે છે,પણ અમારો સમાગમ સમય લાંબો નથી ચાલતો…

GUJARAT

પ્રશ્ન : મને છેલ્લા બે વર્ષથી અનિયમિત માસિકની સમસ્યા સતાવે છે. મેં આ મામલે ડોક્ટરની સલાહ પણ લીધી છે. ડોક્ટરના મત પ્રમાણે મને PCOSની સમસ્યા છે. શું આ કોઇ ગંભીર સમસ્યા છે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) ત્યારે થાય છે જ્યારે એક મહિલાનાં અંડાશયમાં અલ્સરની અસર થાય છે જેના કારણે ચયાપચય અને પ્રજનનની ક્ષમતાની સમસ્યા ઉભી થાય છે. એક સમસ્યા છે. આ બે કેસમાં થાય છે. સ્વસ્થ મહિલાઓમાં અંડાશય દર મહિને એક ઇંડુ આપે છે કાં તો તે ગર્ભ ધારણ કરે છે અથવા તો સામાન્ય માસિક ધર્મ ચક્રનાં રૂપમાં તે નીકળી જાય છે.

PCOSની સમસ્યા ધરાવતી મહિલાઓમાં અંડાશય સંપૂર્ણપણે વિકસિત નથી થતું. તેમને નિયમિત ઓવ્યુલેશન ન થતું હોવાથી માસિક અનિયમિત હોય છે. આ બીમારીનું ચોક્કસ કારણ હજી જાણવા નથી મળ્યું. જો તેઓનાં ખોરાકમાં બેડ ફેટ વધારે હોય, બેઠાડું જીવન હોય અને શરીરનું વજન વધારે પડતું હોય અથવા તો ગર્ભાશય પર ચરબીનાં થર હોય તો PCOSની સમસ્યા જોવા મળે છે. ઘણીવાર જનીનો પણ PCOS માટે કારણભૂત છે. જો PCOSનું ઇલાજ ન કરવામાં આવે કે તેમાં મોડું કરવામાં આવે તો, ડાયાબિટીસનાં દર્દીઓને ખુબ નુકસાન થઇ શકે છે.

અનિયમિત માસિક ગર્ભ રહેવામાં સમસ્યા પેદા કરી શકે છે. PCOS મહિલાઓમાં બાળક નહીં થવા પાછળનું એક મુખ્ય કારણ છે. જો તમને આનાં લક્ષણ છે તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. એક વખત PCOS પકડાઇ જાય તે બાદ તેને રોકવાનાં ઘણાં ઉપચાર છે. ડોક્ટર્સ સામાન્ય રીતે ગર્ભ નિરોધક, મેટફોર્મિન અને અત્યાધિક કિસ્સામાં સર્જરી સહિત જેવા વિકલ્પોથી સારવાર કરે છે. ઘણાં કિસ્સાઓમાં ડોક્ટર્સની સલાહ બાદ લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવીને આ બીમારી રોકી શકાય છે.

પ્રશ્ન : હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો શારીરિક સંબંધ બહુ લાંબો સમય ટકી નથી શકતો. આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો. એક મહિલા (સુરત)

ઉત્તર : શારીરિક સંબંધ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે. આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે. શારીરિક સંબંધ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે. આદુંંને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે.

આ પરિભ્રમણને વધારે છે અને જાતીય અંગોમાં બ્લડ ફ્લોને સુધારીને જાતીય સંબંધને સારી રીતે માણવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે, જેના કારણે ઓછી થતી સેક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે. મધમાં રહેલા બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે જે લાંબા સમય સુધી જાતીય સંબંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે. આ સિવાય માનસિક સ્થિતિની પણ જાતીય જીવન પર સીધી અસર થાય છે. આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું. શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શારીરિક ફિટનેસ જળવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *