પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે મારા હજી એક મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ થઇ ગઇ છું. હું હમણાં મા બનવા માગતી નથી તો મહેરબાની કરીને ગર્ભ ન રહે માટે જરૂરી દવા કે સલાહ આપશો. એક મહિલા (સુરત)
ઉત્તર : સૌ પ્રથમ આપ મહિનો પુરો થાય તેની રાહ જોવો. અને જો દસ એક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાવ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો.
આ માટે ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે, પણ હવે તે સમય જતો રહ્યો છે.
આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી. જો તમે હમણાં માતા ન બનવા ઇચ્છતા હો તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉતમ રહેશે.
તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી. સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે.
મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત વિકલ્પ છે.
પ્રશ્ન : હું 26 વર્ષનો યુવક છું અને ટૂંક સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે. હું હંમેશાં મારી પત્નીને ખુશ રાખવા ઇચ્છું છું તો આ માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (ભાવનગર)
ઉત્તર : યુવતી જ્યારે લગ્ન કરીને સાસરે આવે છે ત્યારે તેના માટે દરેકે દરેક વ્યક્તિ અજાણી જ હોય છે. આ સમયે પતિ જો થોડી ધીરજથી કામ લેશે તો છોકરીને તેના પિતાના કરતાં પણ પતિનું ઘર વધુ પ્રિય થવા લાગશે. તમારી પત્નીને કોઈ પણ કામ કરવા માટે જબરદસ્તી ન કરો. પત્ની ઉપર કારણ વગર હુકમ કરવાનું ટાળો. તથા કોઈ પણ બહારની વ્યક્તિ સામે પત્નીની ઊણપો ન બતાવો.
પરિવાર તથા બહારના અગત્યના વિષયો ઉપર પત્નીની સલાહ લેવાનું રાખો તથા તેના સૂચનનો આદર કરો. પત્નીને પણ પોતાની વાત કહેવાની તક આપો. ઘર બનાવવું કે લગ્ન વગેરે જેવી બાબતોે ફાઈનલ કરતી વખતે પત્નીની ઈચ્છાનો પણ ખ્યાલ રાખો. પત્ની પ્રતિ હંમેશા ઈમાનદાર રહો. તમારી દરેક ભાવનાઓ પત્ની સમક્ષ વ્યક્ત કરો. તમારી કોઈ પણ ભૂલની પત્ની સમક્ષ પ્રેમથી માફી માંગી લો.
માફી માંગવાથી તમે પત્ની સામે નાના નહીં થઈ જાવ પણ પત્નીની નજરમાં તમારા માટે આદરનું પ્રમાણ વધી જશે. પત્નીના સગાસંબંધીને તમારા પોતાના સમજી માન-સન્માન આપો જેથી તમારા સગાસંબંધીને પણ તમારી પત્ની માન-આદર આપશે.
તમારા પોતાના વિચાર જે તમારી બહેન તથા દીકરી માટે છે તે જ તમારી પત્ની માટે પણ લાગુ કરવા જોઈએ. તમે જો એમ ઈચ્છતા હો કે તમારી બહેન કે દીકરી સમયાંતર તેના પીયર આવે તો પત્નીને પણ સમયાંતર વાર-તહેવારે પીયર મોકલવામાં આનાકાની ન કરો. પતિ-પત્નીના સંબંધ ક્ષણિક નથી, જન્મજન્માંતરના છે એટલે જેટલો સમય સાથે વિતાવશો તેમ તમે એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જશો.