પ્રશ્ન : હું એક યુવક સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છું. હવે મારો બોયફ્રેન્ડ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે. મારી પારિવારિક સ્થિતી અને જવાબદારી એટલી બધી છે કે હું બીજા બેથી ત્રણ વર્ષ સુધી લગ્ન કરી શકું એમ નથી. આ સંજોગોમાં મારો બોયફ્રેન્ડ મારી પરિસ્થિતિ સમજવાને બદલે મને ધમકી આપી રહ્યો છે કે જો હું આવનારા બેથી ત્રણ ‘શુભ’ મહિનાઓમાં લગ્ન નહીં કરું તો તે મારી સાથે બ્રેકઅપ કરી લેશે. મારે શું નિર્ણય લેવો જોઇએ? એક યુવતી (સુરત)
ઉત્તર : તમારી સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઈ છે. આ સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેતા પહેલાં શાંતિથી તમારી જવાબદારીઓનું અને પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરો. તમારી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ બોયફ્રેન્ડ સાથે લગ્ન છે અને બીજો વિકલ્પ પારિવારિક જવાબદારી નિભાવવાનો છે. તમે લાંબા સમયથી એક રિલેશનશિપમાં હો એટલે તમને આ મામલે ગંભીર હો એ સ્વાભાવિક છે.
હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્નનું કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે.
તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો. આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન પછી પણ તમે પારિવારિક જવાબદારીઓ નિભાવી શકો છો.
જો તમે લગ્ન પછી પણ પિયરપક્ષની પારિવારિક જવાબદારી નિભાવવા ઇચ્છતા હો તો આ વાતની તમારા બોયફ્રેન્ડ અને તેના પરિવાર સાથે ખાસ સ્પષ્ટતા કરી લો જેથી લગ્ન પછી કોઇ સમસ્યા ઉભી ન થાય.
આ તમામ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આખરે જે સ્થિતિનું નિર્માણ થાય એમાં લાંબા ગાળાનો વિચાર કરીને બહુ સમજી વિચારીને નિર્ણય લો કારણ કે આ એક નિર્ણય તમારું આખું જીવન બદલી શકે છે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષ છે, મને સ્વપ્નદોષ થઈ જાય ત્યારે મને પેનિસમાં દુખાવો થાય છે. હું શું કરું ? મને યોગ્ય માહિતી આપો.
જવાબ : તમારી ઉંમરે જો લગ્ન ન થયા હોય તો માસ્ટરબેશનની ટેવ જરૂર પડી જાય. એ કુદરતી છે. કોઈપણ કારણસર તમે માસ્ટરબેશન ન કરો તો આપણા શરીરમાં કુદરતે ગોઠવેલી ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે ઉંમરના કારણે જાગતી જાતીય (સેક્સની) ઉત્તેજના સતત તમારા મગજ પર દબાણ કર્યા કરે. એથી રોજબરોજના અન્ય બધા જ કામોમાં અડચણ પડે.
એનાથી બચવા માટે કુદરતે એવી ઓટોમેટિક સિસ્ટમ બનાવી છે કે તમને સ્વપ્નમાં સેકસ ક્રિયા દેખાય. તમે સેક્સક્રિયા કરી રહ્યા હોવ એવું લાગે અને એમાં થતા બધાજ આવેગો અનુભવાય. પછી ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થઈ જાય.
ડિસ્ચાર્જ થયેલું સીમન દ્રવ્ય તમારા વસ્ત્રોને ભીના કરી દે. એને આપણે સ્વપ્નદોષ કહીએ છીએ. એમાં દોષ શબ્દ સ્થાપિત હિતોએ જાણી જોઈને મૂક્યો છે. વાસ્તવમાં એ કોઈ જ દોષ નથી. સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. એની ચિંતા ન કરશો. લગ્ન થતાં જ તમે અસલી સેકસક્રિયા કરતા થઈ જશો એટલે એ આપોઆપ બંધ થઈ જશે. તેને વેટ ડ્રીમ(ભીનું સ્વપ્ન) કહે છે. તે ઘણી યુવતીઓને પણ થાય છે.