હું 23 વર્ષની મહિલા છું અને મારી નજીકની કોઈ મિત્ર નથી કે જે મને સુહાગરાત વિશે સમજાવે,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારા પતિનું અફેર તેની ઓફિસની જ એક યુવતી સાથે ચાલી રહ્યું છે. મારા પતિએ આ વાત સ્વીકારી છે પણ હું અમારા બાળકો માટે શાંત બેઠી છું. મને લાગે છે કે સમયની સાથે સાથે આ અફેરનો અંત આવી જશે. હવે મારા પતિ ઘરની જવાબદારીઓ પ્રત્યે પણ બેજવાબદાર બની રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઘરખર્ચના કે પછી બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી આપતા. શું મારે મારા પતિના આવા વર્તનની ફરિયાદ મારાં સાસુ-સસરાને કરવી જોઇએ? એક યુવતી (સુરત)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. આ વાત પરિવારની સુખ શાંતિ પર સીધી અસર કરે છે. પતિનાં અફેરને સૌથી પહેલાં તો તમારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. પહેલાં પતિને સારી રીતે સમજાવો અને એનાથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે સમજાવો. તમારા બહુ પ્રયાસ પછી પણ જો તેઓ સમજવા તૈયાર ન હોય ત્યારે જ પરિવારની બહારની વ્યક્તિઓની મદદ લેવા વિશે વિચારો.

સૌથી પહેલાં સાસુ-સસરાની મદદ લેવાને બદલે પહેલાં કોમન ફ્રેન્ડ્સની મદદ લો. પુરુષો પરિવાર કરતાં મિત્રોની વાત વધારે સારી રીતે સાંભળે છે. જો મિત્રોની સમજાવટ પણ કામ ન લાગે તો પછી સાસુ-સસરાની મદદ લેવાનો વિચાર કરવો જોઇએ. તમે એને સમજાવો કે તેમના દીકરાને સમજાવાની જવાબદારી તેમની પણ છે.

જો તમારા સાસુ-સસરા તમારા પતિને સમજાવી નહીં શકે તો પછી બીજું કોઇ સમજાવી નહીં શકે. આટલા પ્રયાસો પછી પણ પતિ અફેર પર પૂર્ણવિરામ મૂકવા તૈયાર ન હોય તો સમજી જેવું જોઇએ કે તમારા પતિનાં જીવનમાં હવે તમારું કોઇ મહત્ત્વ નથી અને તેણે પોતાના જીવન માટે અલગ રસ્તો પસંદ કરી લીધો છે. આ સંજોગોમાં તમારે અને બાળકોએ પતિ પર આત્મનિર્ભર ન રહેવું પડે એવા વિકલ્પોની શોધ શરૂ કરી દેવી જોઇએ.

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા.. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published.