હું 23 વર્ષની છું,મારો એક ફ્રેન્ડ મારા જોડ હમેશા સમાગમના જોક્સ અને મજાક કર્યા કરતો હોઈ છે…

GUJARAT

પ્રશ્ન : હું એક છોકરાને છેલ્લાં ચાર વર્ષથી પસંદ કરું છું, પણ એના પરિવારનું વાતાવરણ બહુ જૂનવાણી છે. ચિંતાની વાત તો એ છે કે એની મમ્મીને હું ખાસ પસંદ નથી અને હું જ્યારે પણ તેની ઘરે જાઉં ત્યારે તે મને બહુ ઇગ્નોર કરે છે. મારા ફ્રેન્ડ માટે તેની મમ્મી બહુ ખાસ છે અને મને લાગે છે કે જો તેની મમ્મી નહીં માને તો તે મને પણ છોડી દેતા અચકાશે નહીં. આ સંજોગોમાં હું કઇ રીતે મારા ફ્રેન્ડની મમ્મીને ખુશ કરી શકું? શું આવું કરવું જરૂરી છે? એક યુવતી (વડોદરા)

ઉત્તર : લગ્ન એક ખાસ સંબંધ છે. એમાં બે વિભિન્ન બેકગ્રાઉન્ડ, પરંપરા અને વિચારધારા ધરાવતા પરિવારો વચ્ચે જોડાણ થાય છે. કોઈકને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે આપણાં મૂળ વ્યક્તિત્વને પરિવર્તિત ન કરવું જોઈએ. ધારો કે તમે કદાચ બદલાવાનો ડોળ કરશો તોય એ લાંબાગાળે તમને અને તમારા સંબંધોને જ નુકસાન પહોંચાડશે.

જોકે, લગ્ન અને પસંદગીના મામલામાં મોટા ભાગે પહેલી આઇસ વોલ તૂટવી બહુ મહત્ત્વની હોય છે. જો એક વખત એ તૂટી જાય તો એ પછી સંબંધો ખૂબ સરળ થઈ જતા હોય છે. તમે જે વ્યક્તિ સાથે જિંદગી આખી જીવવાનો વિચાર કરી રહ્યા છો તેને જન્મ આપનારી આ વ્યક્તિ સાથે તમારે સંબંધ સુધારવાનો છે એમ વિચારો. આવો ખોટો વટ રાખવાથી સંબંધ મજબૂત ન થાય પછી એ સંબંધ સાસુ-વહુનો હોય કે મા-દીકરીનો. પતિના પરિવારને પોતીકો બનાવીને અપનાવવાની તૈયારી હોય તો જ આગળ વધો.

પ્રશ્ન : હું 23 વર્ષની છું,મારા એક મિત્રને નાની નાની વાતમાં પણ સેક્સ અંગે વાતો અને મજાક કરવાની ટેવ છે. હું એને મારો સારો મિત્ર માનું છું. એ જ્યારે આવી વાતો કરે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે અને મૈત્રી તોડી નાખવાની ઇચ્છા થાય છે. જોકે મારો એ સારો મિત્ર છે અને મને અનેક રીતે મદદરૂપ થાય છે. મારે એની સાથે મૈત્રી રાખવી જોઇએ? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમારા મિત્રને તમારી સાથે સેક્સની વાતો કરે છે. એનો અર્થ એ થયો કે એની માનસિકતા માત્ર સેક્સ સિવાય અન્ય કોઇ બાબતને મહત્ત્વ નથી આપતી. તમને જો એની આવી વાતો ન ગમતી હોય તો સારું તો એ જ રહેશે કે તમે એની સાથેની મૈત્રી તોડી નાખો, પરંતુ તમે કહો છો કે એ તમારો સારો મિત્ર છે અને તમને અનેક રીતે મદદરૂપ થાય છે.

તો એની સાથે મૈત્રી તોડી નાખવાને બદલે આ સંબંધ થોડો ઓછો કરી નાખો. તમે રોજ વાતો કરતાં હો કે મળતાં હો તો થોડો સમય વાતો કરવા અને મળવાનું ઓછું કરી દો. આમ કરશો એટલે સ્વાભાવિક રીતે જ એને સવાલ થશે કે તમારામાં આ પરિવર્તન કેમ આવ્યું અને એ તમને પૂછ્યા વિના નહીં રહે. એ જ્યારે પૂછે ત્યારે તમારે જણાવી દેવાનું કે જો સ્વસ્થ અને નિર્દોષ મૈત્રી રાખવી હોય તો જ વાતો કરવી કે મળવું. એ સમજી જશે

Leave a Reply

Your email address will not be published.