પ્રશ્ન : મારા પતિના અવસાનને છ મહિના થયાં છે. મારે એક દીકરો છે. મારા પતિના એક મિત્ર મારી સાથે લગ્ન કરવાં ઇચ્છે છે, જે માટે મારાં સાસરિયાં પણ તૈયાર છે. મને એ સામાજિક રીતે યોગ્ય નથી લાગતું. હું શું કરું? એક મહિલા, સુરેન્દ્રનગર
ઉત્તર : તમારા પતિના અવસાનને છ મહિના થયા છે. તમે એક પુત્રની માતા હોવા છતાં જો તમારા પતિના મિત્ર તમને સ્વીકારવા તૈયાર હોય અને તમારાં સાસરિયાંની પણ અનુમતિ હોય તો આ લગ્ન કરી લેવા જોઇએ. અલબત્ત, માત્ર છ જ માસના સમયગાળામાં તમે પતિને વિસારે પાડીને લગ્ન કરો એ દુનિયાને થોડું અતિશયોક્તિભર્યું લાગે,
પરંતુ તમારે તમારો તથા તમારા દીકરાનો વિચાર કરવાનો છે અને જ્યારે તમારાં સાસરિયાં પણ આ લગ્ન કરાવી આપવા માટે તૈયાર હોય તો પછી વધારે વિચાર કરવાની જરૂર નથી. જો તમે પોતાની મેળે આ નિર્ણય લીધો હોત તો કદાચ સમાજમાં એ ટીકાનું કારણ બને એવી સ્થિતિ ઊભી થઇ હોત પણ જો તમારાં સાસુ અને સસરા પણ તમને ટેકો આપી રહ્યા હશે તો સમાજમાં કોઇ નકારાત્મક ચર્ચા નહીં થાય. તમે સમાજના વિચારો અને પ્રતિભાવની ચિંતા કરવા કરતા તમે પોતે શું ઇચ્છો છો એ પહેલાં સમજવાનો પ્રયાસ કરો. જો તમને માનસિક રીતે વાંધો ન હોય તો લગ્ન કરવામાં કોઇ વાંધો નથી.
સવાલ: હું 22 વર્ષનો છું અને મારી પ્રેમિકા 21ની છે અમે સમાગમ માણતા હતા, પણ હમણાંથી એ મને હમેશા ના જ પાડયા કરે છે,અને એ મને દૂર રહેવાનું જ કહે છે, હું એને કેમનો સમજાવું સમાગમ માટે ??
એક યુવક
જવાબ: હું તમને એક જ વાત ક્વ કે તમેં બેવ લગ્ન માટે યોગ્ય ઉંમરના છો તો પછી લગ્ન જ કરી લો, અને રોજ મજા એન્જોય કરો..