હું 22 વર્ષની છું અને મારા મામાની છોકરી મને ગમે છે પણ હું એનાથી નાનો હોવાથી મને બીક લાગે છે હું શું કરું

GUJARAT

પ્રશ્ન : હું અને મારો પ્રેમી છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ. જોકે છેલ્લા કેટલાક મહિનાથીઓથી તેનું વર્તન એકદમ વિચિત્ર થઈ ગયું છે. હું જ્યારે પણ ફોન કરું ત્યારે તેનો ફોન બિઝી આવે છે. અમારી વાતચીત ચાલતી હોય ત્યારે તેને અચાનક કોઈકનો ફોન આવે અને તે ફોન કટ કરી દે છે.

અમે ક્યારેક મળીએ તો મુલાકાત પહેલાં તેણે ફોનની કોલ-હિસ્ટરી ક્લિયર કરી નાખેલી. મેં તેને આ વિશે પૂછ્યું તો કહ્યું કે તેના ફોનમાં વાઇરસ ઘૂસી ગયો હોવાથી તેણે જસ્ટ ફોન ફોર્મેટ કર્યો છે. મને તે મારી સાથે છેતરપિંડી કરતો હોય એમ લાગે છે તો મારે મારી શંકાનું સમાધાન કઈ રીતે કરવું? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : મોબાઇલ ફોન રિલેશનશિપ્સ બાંધવામાંની સાથે તોડવામાં પણ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. જો તમે ખરેખર તેને પ્રેમ કરતાં હો તો ડિજિટલ ડિટેક્ટિવ બનવાનું બંધ કરો. વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેને અસલામતિની લાગણી સતાવે એ સ્વાભાવિક છે.

જો તમને પણ આવી અસલામતી રહ્યા કરતી હોય તો આ સંબંધમાં આગળ વધતાં પહેલાં જરા બ્રેક મારો. તમારી જે શંકા છે એ વિશે સીધો સવાલ કરીને જ સમાધાન કરી લો. એક આંખમાં શંકા અને બીજી આંખમાં પ્રેમ એમ મિશ્ર લાગણીઓ સાથે જીવનભરનો સંબંધ બાંધવાનો નિર્ણય ન લેવાય. તમે તમારી આ લાગણી તમારા પ્રેમીને શાંત ચિત્તે સ્પષ્ટ શબ્દોમાં જણાવો અને તમારી લાગણી વિશે ચર્ચા કરો. આટલું કર્યાં પછી પણ તમને તમારા પ્રેમીનું વર્તન શંકાસ્પદ લાગે તો આ સંબંધનો અંત લાવી દેવામાં જ ભલાઇ છે.

સવાલ: હું 22 વર્ષની છું અને મારા મામાની છોકરી મને ગમે છે પણ હું એનાથી નાનો હોવાથી મને બીક લાગે છે હું શું કરું
એક યુવક

જવાબ: જો એ તમારી બહેન થાય છે તો એની મર્યાદા તમારે જાળવવી જોઈએ અને હા આવા વિચારોથી પણ દૂર રહો દોસ્ત

Leave a Reply

Your email address will not be published.