હું 2 મહિનાની પ્રેગ્નન્ટ છું અને મારા સ્તનની સાઈઝ બદલાવવા લાગી છે, શું આ પ્રેગ્નન્સીના લીધે થયું હશે ???

GUJARAT

પ્રશ્ન : મારી વય 36 વર્ષની છે અને મને મારી 10 વર્ષની દીકરીની ચિંતા સતાવે છે. હકીકતમાં મારી અને મારા પતિ બંનેની હાઇટ સરેરાશ કરતાં થોડી વધારે જ છે એટલે અમને એમ હતું કે અમારી દીકરીની હાઇટ તો ચોક્કસપણે સારી જ હશે. જોકે અમારાં આશ્ચર્ય વચ્ચે તેની હાઇટ તેના ક્લાસમાં સૌથી ઓછી છે. આનું શું કારણ હશે? શું આ હાઇટમાં વધારો કરી શકાય? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : બાળકોની હાઇટ ન વધે તો માતા-પિતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે. મોટાભાગના બાળકોની હાઇટ તેમનાં માતા-પિતાની હાઇટના આધારે થતી હોય છે કારણ કે એ જિનેટિક હોય છે. જોકે ઘણી વખત બાળકની હાઇટ તેનાં માતા-પિતા જેટલી નથી વધતી ત્યારે માતા-પિતાની ચિંતા વધી જાય છે. સામાન્ય રીતે છોકરાઓની હાઇટ 25 વર્ષ સુધી અને છોકરીઓની હાઇટ 18 વર્ષ સુધી વધતી હોય છે.

જો તમને લાગતું હોય કે તમારા બાળકની હાઇટ તેની વયનાં બાળકો કરતાં ઓછી હોય તો કેટલીક ટિપ્સનું પાલન કરી શકાય છે. બાળક પાસે સવારે નિયમિત રીતે સ્ટ્રેચિંગ, જમ્પિંગ અને બીજી એક્સરસાઇઝ કરાવી શકાય છે. બાળકના સારા ગ્રોથ માટે સાયક્લિંગ પણ જરૂરી છે. બાળક પાસે નિયમિત સાયક્લિંગ કરાવવાથી હાઇટ વધવામાં મદદ મળશે.

બાળકની હાઇટ વધે એ માટે એનું ખાનપાન પણ યોગ્ય હોવું જોઇએ. બાળકને આહારમાં નિયમિત રીતે પલાળેલા ચણા આપો. આ સિવાય તેમના આહારમાં દહીં, માખણ અને પનીર જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

બાળકોના વિકાસ માટે વિટામિન-ડી મળે એ પણ જરૂરી હોય છે. આ માટે એને તડકામાં રમવા દો. બાળકોના અહારમાં મશરૂમ, પનીર, સોયા, બદામ અને સંતરાનો સમાવેશ ફાયદાકારક સાબિત થાય છે. બાળકના સારા ગ્રોથ માટે ભરપૂર ઊંઘ લેવી જરૂરી છે. નીંદર દરમિયાન ગ્રોથ હોર્મોન સારી રીતે કામ કરે છે એટલે બાળકની નીંદરનું સારી રીતે ધ્યાન રાખો.

પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. હું બે મહિનાથી પ્રેગ્નન્ટ છું પણ હજી કોઇને આ વાતની ખબર પડી નથી કારણ કે મારું બોડી સ્ટ્રક્ચર પહેલાં જેવું જ લાગે છે. જોકે મારા બ્રેસ્ટનો આકાર બદલાવા લાગ્યો છે. શું આ નોર્મલ છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : પ્રેગનન્સી દરમિયાન મહિલાઓમાં અનેક શારીરિક બદલાવ આવે છે જે હોર્મોનના સ્તરમાં થતા ફેરફારને કારણે હોય છે. મોટાભાગની મહિલાઓમાં આ પરિવર્તન પ્રેગ્નન્સીના પહેલા અઠવાડિયાથી જ જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન કેટલાક હોર્મોન મહિલાઓને સ્તનપાન કરાવવા માટે બ્રેસ્ટને તૈયાર કરે છે અને આના કારણે એના આકારમાં પરિવર્તન આવે એ બહુ સ્વાભાવિક છે.

પ્રેગ્નન્સી દરમિયાન એસ્ટ્રોજન અંત:સ્ત્રાવ સ્તનના કોષમાં વધારો કરે છે જેના કારણે આ પરિવર્તન જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાના બ્રેસ્ટની સાઇઝ વધવા લાગે છે જેના કારણે થોડી પીડા પણ થાય છે. આ સમસ્યા પ્રેગ્નન્સીના પહેલા મહિનાથી માંડીને ત્રીજા મહિના સુધી થાય છે. આ સિવાય સ્તન અને નિપલની સાઇઝ વધવાને કારણે ત્વચા પણ થોડી ખેંચાય છે જેના કારણે ખંજવાળ જેવી સમસ્યા અનુભવાય છે અને સ્ટ્રેચ માર્ક પણ પડી શકે છે.

આ સિવાય નિપલનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની જાય છે જેના કારણે પીડા અનુભવાય છે. ઘણી મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન નિપલમાંથી ડિસ્ચાર્જની સમસ્યા પણ સતાવતી હોય છે પણ આ એકદમ નોર્મલ છે અને એમાં ગભરાઇ જવાનું કોઇ કારણ નથી. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટના દુખાવાથી બચવું હોય તો યોગ્ય સાઇઝની બ્રા પહેરવી જોઇએ અને જો ડિસ્ચાર્જ થતો હોય તો પેડવાળી બ્રા પસંદ કરવી જોઇએ.

જેમ જેમ તમારાં સ્તન વૃદ્ધિ પામશે તેમ તમારી નિપલની આસપાસની ઘેરી ત્વચાનું વર્તુળ મોટું બનતું જશે. તમારા બાળકનો જન્મ થઈ જાય પછી આ ઘેરો બનેલો વિસ્તાર તેને સ્તન શોધવામાં મદદરૂપ બને છે અને તેના માટે બ્રેસ્ટ ફીડિંગ સરળ બને છે. ત્રણ મહિના પછી તમને તમારાં સ્તન થોડી ઝડપથી વૃદ્ધિ પામ્યાં હોવાનું અને વધુ વજનદાર થયાં હોવાનું જણાઈ શકે છે. આ સિવાય સમસ્યા બહુ વધી જાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *